મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં થયો વધારો, , ફીડબેક યુનિટ દ્વારા નેતાઓ અને અધિકારીઓની જાસૂસી કરવાના લાગ્યા હતા આરોપ


  • Published By :
  • Published Date : 2023-02-22 11:20:30

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે મનીષ સિસોદીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. સીબીઆઈને ગૃહમંત્રાલયે ડે. સીએમ પર કેસ ચલાવાની મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફીડબેક યુનિટ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ મનીષ સિસોદીયા સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી દીધી છે. જેને કારણે ડે. સીએમની મુશ્કેલીમાં વધારો થયો છે. તપાસ દરમિયાન સીબીઆઈને લાગેલા આરોપો સાચા જણાયા હતા. કેન્દ્રીય ગૃહમંત્રાલયની પરવાનગી મળતા મનીષ સિસોદીયા વિરુદ્ધ કેસ દાખલ કરશે.  


કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી 

મનીષ સિસોદીયા તેમજ અનેક લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા સીબીઆઈએ  લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી પરમિશન માગી હતી. કથિત જાસૂસી કેસમાં વધુ તપાસ કરવા માટે આ મંજૂરી માગવામાં આવી હતી.  જે બાદ એલજીએ ફાઈલને કેન્દ્રીય ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિને મોકવામાં આવી હતી. જેને લઈ કેન્દ્રીય ગૃહમંત્રાલયે મંજૂરી આપી છે.  


ફીડબેક યુનિટની કરાઈ હતી રચના 

સમગ્ર મામલાની વાત કરીએ તો સત્તામાં આવ્યા બાદ 2015માં આમ આદમી પાર્ટીએ એટલે કે દિલ્હી સરકારે ફીડબેક યુનિટની રચના કરી. જેનું કામ ભ્રષ્ટાચાર તેમજ દરેક વિભાગની કામગીરી પર નજર રાખવાની હતી. પરંતુ સરકાર પર આરોપ લગાવામાં આવ્યો હતો કે આ યુનિટ દ્વારા દિલ્હી સરકાર વિપક્ષી નેતાઓ પર નજર રાખી રહી છે. 


યુનિટે કરી નેતાઓની જાસૂસી!!

દિલ્હી સરકારના વિજિલન્સ વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ આ મામલે સીબીઆઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.  2016માં એજન્સી તરફથી કહેવામાં આવ્યું કે યુનિટને સોંપવામાં આવેલા કાર્ય સિવાય તે રાજનેતાઓની જાસૂસી પણ કરી હતી. આઠ મહિના દરમિયાન એટલે કે ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 દરમિયાન એફબીયૂએ 700થી વધારે મામલામાં કાર્યવાહી કરી છે. જેમાંથી 60 ટકા કેસોમાંથી રાજકીય ગુપ્ત માહિતી એકત્ર કરવામાં આવી છે. આરોપ છે કે આ યુનિટે ન માત્ર ભાજપના નેતાઓની ગુપ્ત માહિતી ભેગી કરી પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ માહિતી એકત્ર કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે એફબીયુ દ્વારા કથિત જાસૂસી કેસમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ  મનીષ સિસોદીયા વિરૂદ્ધ કાર્યવાહી કરવાની પરમિશન આપી દીધી છે. 


મામલો કેવી રીતે પહોંચ્યો સીબીઆઈ પાસે 

રિપોર્ટ મુજબ એફબીયુની સ્થાપના માટે કોઈ મંજૂરી લેવામાં આવી ન હત, પરંતુ 2016માં વિજિલેન્સ વિભાગે મંજૂરી માટે ફાઈલને એલજી પાસે મોકલી હતી જે બે વખત રિઝેક્ટ કરવામાં આવી હતી. એલજીને એફબીયુમાં પ્રાથમિક દ્રષ્ટિએ અનિયમિતતા મળી આવી હતી અને આ મામલો સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં સીબીઆઈએ ઉલ્લેખ કર્યો જેમાં સરકારી તિજોરી પર થયેલા નુકસાનની વિગતો આપવામાં આવી હતી. ઉપરાંત ફીડબેક યુનિટની રચના ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી જેને કારણે સરકારી તિજોરીને 36 લાખ રુપિયાનું નુકસાન થયું છે.   



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.