વિશ્વાસ જીતવા માટે અદાણી 8 હજાર કરોડનાં દેવાની ચૂકવણી કરશે, ગ્રુપે કરી આ જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-02-06 18:26:17

રોકાણકારોનો ભરોસો વધારવા માટે અને રોકાણકારોની ચિંતા દુર કરવા માટે અદાણી ગ્રુપ એડનાન્સમાં 8 હજાર કરોડ રૂપિયાનું દેવું ચૂકવી દેવાનો પ્લાન કરી રહી છે. કંપની આગામી 30થી 45 દિવસોમાં દેવું ચૂકવી દેવાની તૈયારી કરી રહી છે. કંપની ગ્લોબલ બેંકો જેવા ક્રેડિટ સુઈસ, જેપી મોર્ગન, જે એમ ફાયનાન્સિયલ સહિતના કેટલાક મ્યુચ્યુઅલ ફંડ કંપની પાસેથી લોન લીધી છે. અદાણી આ કંપનીઓની લોનને પાછી આપવાની રજુઆત કરી રહી છે. 


ગ્રુપ એકસ્ટ્રા શેર રિલિઝ કરશે


શેર બજારમાં અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ હજુ પણ ચાલું જ છે. આ દરમિયાન અદાણીએ મોટી અને મહત્વની જાહેરાત કરી છે. કંપનીએ એક નિવેદન જાહેર  કરીને કહ્યું છે કે પોતાની લિસ્ટેડ કંપનીઓના 111 કરોડ રૂપિયા ગીરો પડ્યા છે. તે બધા જ ગિરો શેર સપ્ટેમ્બર 2024 પહેલા જ તે છોડાવી લેશે. આ માટે ગ્રુપ એકસ્ટ્રા શેર સિક્યુરિટીઝ પણ ઓફર કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગ્રુપ પર 1.8 અબજ ડોલરનું દેવું છે. ગ્રુપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તે પ્રમાણે અદાણી પોર્ટસ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના 168.27 મિલિયનના શેર લોન્ચ કરવામાં આવશે જે કંપનીમાં પ્રમોટર્સની કુલ હોલ્ડિંગના 12 ટકા છે. જ્યારે અદાણી ગ્રીનના 27.56 મિલિયનના શેર રિલિઝ કરવામાં આવશે તે પ્રમોટર હોલ્ડિંગના 3 ટકા છે. 


1.1 અબજ ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે


કંપનીના નિવેદનમાં કહ્યું છે કે અદાણી ગ્રુપના પ્રમોટરે સપ્ટેમ્બર 2024માં મેચ્યોરિટીથી પહેલા જ ગિરો મુકેલા શેરોને લોન્ચ કરવા માટે 1.1 બિલિયન ડોલરનું પ્રિ-પેમેન્ટ કરશે. અદાણી ટ્રાન્સમિશનના 11.77 મિલિયન શેરો જારી કરવામાં આવશે કે જે કંપનીના પ્રમોટર હોલ્ડિંગના 1.4 ટકા છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે પ્રમોટર્સ દ્વારા પોતાના દેવાની ચૂકવણીને લઈ નાણા સંસ્થાઓને ભરોસો આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..