અમેરિકાના જાણીતા શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગની એક રિપોર્ટથી અદાણી ગ્રુપના શેર ધરાશાઈ થતાં રોકાણકારોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજીઓ પણ દાખલ કરાવામાં આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં અદાણી-હિંડનબર્ગ કેસ કેસની સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવરસોંપ્યું હતું. જો કે સુપ્રીમ કોર્ટે કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ સાથે સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે અમે તમારી તરફથી સીલબંધ કવર સ્વીકારીશું નહીં. કારણ કે અમે સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માંગીએ છીએ. આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે પોતે જ સમિતિનું નામ સૂચવીશું.
Adani-Hindenburg row: SC refuses to accept Centre's suggestion on Committee, says will maintain transparency
Read @ANI Story | https://t.co/unPIVfEOLg#adanihindenburg #SupremeCourt #AdaniGroups #HindenburgResearch pic.twitter.com/UmYAhsQgPl
— ANI Digital (@ani_digital) February 17, 2023
રોકાણકારોનું હિત સર્વોપરી
Adani-Hindenburg row: SC refuses to accept Centre's suggestion on Committee, says will maintain transparency
Read @ANI Story | https://t.co/unPIVfEOLg#adanihindenburg #SupremeCourt #AdaniGroups #HindenburgResearch pic.twitter.com/UmYAhsQgPl
આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટના CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કેસમાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.
સમિતિમાં સુપ્રીમના સિટિંગ જજ નહીં
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની બેચે તેમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને સમિતિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.
સુપ્રીમ કોર્ટમાં ચાર PIL દાખલ
વકીલ એમએલ શર્મા અને વિશાલ તિવારી, કોંગ્રેસના નેતા જયા ઠાકુર અને કાર્યકર્તા મુકેશ કુમારે અદાણી-હિંડનબર્ગ મુદ્દે સર્વોચ્ચ અદાલતમાં ચારPIL દાખલ કરી છે. સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી, પણ હું શોર્ટ સેલિંગથી રોકાણકારોને થતાં આર્થિક નુકસાનથી ચિંતિત છું.