અદાણી ગ્રુપને મોટી રાહત, સુપ્રીમ કોર્ટની પેનલે આપી ક્લીન ચીટ, શેરોમાં આવી તેજી


  • Published By :
  • Published Date : 2023-05-19 17:03:50

અદાણી કેસમાં સુપ્રીમ કોર્ટની નિષ્ણાત સમિતિનો રિપોર્ટ સાર્વજનિક થઈ ગયો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રાથમિક દૃષ્ટિએ નિયમોનું કોઈ ઉલ્લંઘન થયું નથી. હજુ સુધી આ રિપોર્ટ સાર્વજનિક થવા અંગે નિષ્ણાત સમિતિ દ્વારા કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ આ એક ખુલાસાને ગૌતમ અદાણી માટે મોટી રાહત તરીકે જોવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની પેનલે અદાણી ગ્રુપને આપેલી ક્લીન ચીટ બાદ ગ્રુપની કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી છે.


હિંડનબર્ગ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે?


અત્રે ઉલ્લેખનિય છે કે 24 જાન્યુઆરી 2023ના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપને લઈને એક રિપોર્ટ જારી કર્યો હતો. રિપોર્ટના નિષ્કર્ષમાં 88 પ્રશ્નોનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અદાણી ગ્રુપ દાયકાઓથી સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફ્રોડમાં સામેલ છે. આ એક રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીના શેરમાં મોટો ઘટાડો નોંઘાયો અને થોડા દિવસોમાં જ ગૌતમ અદાણીને કરોડોનું નુકસાન થયું હતું. મોટી વાત એ છે કે આ મુદ્દાએ વિપક્ષી પાર્ટીઓનું પણ ધ્યાન આકર્ષિત કર્યું અને તેને લઈને બહુ જલ્દી રાજનીતિ શરૂ થઈ હતી.


આ કેસ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?


અમેરિકા સ્થિત ફર્મ હિંડનબર્ગ રિસર્ચ વિરુદ્ધ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી હતી. PILમાં હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસન સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. તે પછી જ સુપ્રીમ કોર્ટ દ્વારા એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ હવે જણાવે છે કે પ્રથમ દૃષ્ટિએ કોઈ નિયમોનું ઉલ્લંઘન થયું નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?