અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગ અને અદાણી કેસની તપાસની માગ કરનારી અરજી પર આજે ફરીથી સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ કેસની તપાસ માટે વધુ સમય માગ્યો છે. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધી એટલે આગામી ત્રણ મહિના સુધીમાં રિપોર્ટ આપવાનું કહ્યું છે.
SC asks SEBI to file updated status report on probe into allegations of stock price manipulation by Gautam Adani-led group
— Press Trust of India (@PTI_News) May 17, 2023
સેબીએ માંગ્યો હતો 6 મહિનાનો સમય
SC asks SEBI to file updated status report on probe into allegations of stock price manipulation by Gautam Adani-led group
— Press Trust of India (@PTI_News) May 17, 2023અત્રે ઉલ્લેખનિય છે કે આ અદાણી કેસની તપાસનો રિપોર્ટ સોંપવા માટે સેબીએ કોર્ટ સમક્ષ 6 મહિનાનો વધુ સમય માંગ્યો હતો. સેબીએ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે આ કેસ ખુબ જ જટિલ છે તેથી તેને વધુ સમય આપવામાં આવે. જો કે કોર્ટે 6 મહિનાના બદલે માત્ર ત્રણ મહિનાનો સમય આપ્યો છે. કોર્ટે કહ્યું કે તે ત્રણ મહિનામાં જ વિસ્તૃત તપાસ કરીને રિપોર્ટ સોંપે.
સેબીએ સુપ્રીમમાં શું કહ્યું?
સેબીએ સોમવારે કહ્યું કે આ મામલે સુનાવણી દરમિયાન કોર્ટમાં કહ્યું કે અદાણી ગ્રૂપની કોઈ પણ લિસ્ટેડ કંપની આ 51 કંપનીઓનો હિસ્સો નહોતી. કોર્ટે તેણે કહ્યું કે વર્ષ 2016થી ચાલી રહેલી તેમની તપાસમાં અદાણીની કંપનીઓનો સમાવેશ થતો નથી. અત્રે ઉલ્લેખનિય છે કે અમેરિકાના રિસર્ચ ફર્મ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. 88 પાનાના આ રિપોર્ટમાં હિંડનબર્ગે અદાણી પર એકાઉન્ટમાં હેરફેર, શેરોનું ઓવર પ્રાઈસિંગ, સહિતના અનેક ગંભીર આરોપ લગાવ્યા હતા.