હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપ્યો છે જેને કારણે ગૌતમ અદાણીની ચિંતા ઘટી છે. સુપ્રીમ કોર્ટે સેબીની તપાસમાં દખલ કરવાનો ઈન્કાર કરી દીધો છે. દેશની સર્વોચ્ચ અદાલતે સેબીની તપાસમાં ક્લીનચીટ આપતાં કહ્યું કે સેબીની તપાસમાં દખલ કરવાનું કોઈ કારણ નથી. સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેન્ચે આ મામલે કહ્યું કે 'સેબી તપાસ હાથ ધરવા માટે સક્ષમ એજન્સી છે.' સેબીએ હિંડનબર્ગ વિરૂદ્ધ અદાણી કેસના 24 માંથી 22 કેસોની તપાસ પૂર્ણ કરી છે. બાકીના 2 કેસની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સેબીને 3 મહિનાનો સમય આપ્યો છે.
સેબીને સુપ્રીમ કોર્ટે આપ્યો 3 મહિનાનો સમય
સુપ્રીમ કોર્ટમાં અદાણી જૂથ અને હિંડનબર્ગ રિસર્ચ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં સુપ્રીમ કોર્ટેના ત્રણ જજોની બેન્ચે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને સેબીના તપાસમાં દખલ કરવાનો સાફ ઈન્કાર કરી દીધો છે. 24 કેસમાં સેબી તપાસ કરી રહી છે. 24માંથી સેબી દ્વારા 22 કેસમાં તપાસ પૂર્ણ કરવામાં આવી ગઈ છે જ્યારે બાકી રહેલા બે કેસની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે. જે જજોએ આ કેસને લઈ ચૂકાદો આપ્યો છે તેમાં સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જે.બી, પારદીવાલ અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
ચુકાદો આપતા CJIએ કહ્યું કે કોર્ટ પાસે સેબીના અધિકારક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવાની મર્યાદિત સત્તા છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે આ મામલાની તપાસ સેબી પોતે કરશે, તપાસ SITને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. SCએ કહ્યું કે સેબીની તપાસ પર સવાલ ઉઠાવવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પોતાની મહત્વની ટિપ્પણીમાં કહ્યું છે કે માત્ર મીડિયા રિપોર્ટ્સ અથવા ન્યૂઝ પબ્લિકેશનના આધારે વિશ્વાસ મૂકી શકાય નહીં. SITને અદાણી કેસ ટ્રાન્સફર કરવાનો કોઈ આધાર મળ્યો નથી. કોર્ટને તેની બાજુ પર નજર રાખતી કોઈપણ તપાસ સમિતિને કેસ ટ્રાન્સફર કરવાની કોઈ જરૂર જણાતી નથી.