અદાણી ગ્રુપના શેરોમાં જોવા મળી તેજી, જાણો કયા શેરમાં કેટલા ટકાનો થયો વધારો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-02 17:35:53

થોડા સમય પહેલા હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો જે બાદ અદાણીને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કરોડોની સંપત્તિનું ધોવાણ થઈ ગયું હતું. પરંતુ આજે અદાણી ગ્રુપને ફાયદો થયો છે. અદાણી કંપનીના શેરોમાં તેજી જોવા મળી હતી. અદાણી ગ્રુપની કંપનીના શેરમાં બ્લોકડીલ વિન્ડો સારી રહી હતી. એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌથી ધનવાનોની લિસ્ટમાં ટોપ થ્રીની શ્રેણીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા ક્રમે પહોંચી ગયા છે જ્યારે ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે... 


આ શેરોમાં જોવા મળી તેજી 

અદાણી શેરોની વાત કરીએ તો અદાણી એન્ટર પ્રાઈઝ આજે 4.36 ટકા મજબૂત જોવા મળ્યું હતું. જ્યારે અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાંસમિશન,અદાણી વિલમાર, અને અદાણી પાવર શેરોમાં 5 ટકાની તેજીથી જોવા મળી હતી. આ શેરોમાં અપર સર્કિટ જોવા મળી હતી. તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ 3.53 ટકા, અદાણી પોર્સ 1.48 ટકા, એનડીટીવી 3.23 ટકા, એસીસી 1.4 અને અંબુજા સિમેન્ટ 4.6 ટકા ચઢ્યા હતા.  


અદાણી-હિંડનબર્ગ કેસને લઈ સુપ્રીમ કોર્ટે કમિટીની રચના કરી  

અદાણીના શેરમાં ધીરે ધીરે તેજી જોવા મળી રહી છે. પરંતુ એ વાતને ન નકારી શકાય કે હિંડનબર્ગ રિપોર્ટને કારણે અદાણીને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અદાણી ગ્રુપ અને હિંડનબર્ગ મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાંત સમિતિની રચના કરી છે જેમાં સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ અભય મનોહર સપ્રે કમિટીના અધ્યક્ષ હશે. તે સિવાય કમિટીમાં ઓપી ભટ, જસ્ટિસ જેપી દેવદત્ત, એમવી કામથ, નંદન નીલેકણી અને સોમશેખર સુંદરેશનનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો સ્વીકાર ગૌતમ અદાણીએ કર્યો છે. ટ્વિટ કરી તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગતા કરે છે.સત્યની જીત થશે. મહત્વનું છે કે એક સમયે બ્લૂમબર્ગ અને ફોર્બ્સમાં દુનિયાના સૌતી ધનવાનોમાં ટોપ થ્રીમાં રહેતા અદાણી હાલ બ્લૂમબર્ગમાં ધનવાનોની લિસ્ટમાં 28મા અને ફોર્બ્સની લિસ્ટમાં 27માં નંબરે પહોંચી ગયા છે...




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?