થોડા સમય પહેલા અમેરિકન ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યો હતો જેને કારણે અદાણી ગ્રૃપને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પોતાના રિપોર્ટમાં હિંદનબર્ગે અદાણી ગ્રૃપ પર માર્કેટ મેનીપ્યુલેશન અને એકાઉન્ટ ફોર્ડના આરોપ લગાવ્યા હતા. આ રિપોર્ટ પર ગૌતમ અદાણીએ પ્રતિક્રિયા આપી છે. જવાબમાં અંદાણી ગ્રુપે એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેમાં હિંડનબર્ગના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. અને તમામ આરોપોને ભારત પર હુમલા ગણાવ્યા છે. સાથે સાથે જે 88 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ પણ આપ્યો છે.
413 પાનાનો જવાબ કંપનીએ રજૂ કર્યો
24 જાન્યુઆરીના રોજ અમેરિકાની ફર્મ હિંડનબર્ગનો એક રિપોર્ટ સામે આવ્યો હતો. 106 પાનાનાએ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર અનેક ગંભીર આરોપો લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર માર્કેટ મેનીપ્યુલેશન સહિતના અનેક આરોપોઓ લગાવામાં આવ્યા હતા. આ રિપોર્ટને અદાણી ગ્રુપે પાયાવીહોણા ગણાવ્યા છે. અને કંપનીએ 88 પ્રશ્નોના જવાબ આપતો 413 પાનાનો અહેવાલ બહાર પાડ્યો છે.
રિપોર્ટને કારણે અદાણી ગ્રુપને થયું અબજોનું નુકસાન
અદાણી ગ્રૃપના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસલે એક ન્યુઝ એજન્સીમાં ઈન્ટરવ્યું આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે હિંડનબર્ગને પ્રશ્ન થવો જોઈએ કે તેણે અદાણી ગ્રુપને પૂછેલા પ્રશ્નનોને કેમ રિપોર્ટમાં ખોટી રીતે રજૂ કર્યા. જવાબમાં અદાણી ગ્રુપે એક નવો રિપોર્ટ જાહેર કર્યો છે. 413 પાનાના જવાબમાં કંપનીએ હિંડનબર્ગના પ્રશ્નોના જવાબ આપ્યા છે. કંપની તરફથી કહેવામાં આવ્યું કે આ રિપોર્ટ ખોટી જાણકારી અને ખોટા આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટને લઈ અદાણી ગ્રુપને અબજો રૂપિયાનું નુકસાન થયું છે.