અદાણી ગ્રૂપની મુસીબત ઓછી થવાનું થવાનું નામ નથી લઈ રહી. હિંડનબર્ગ બાદ હવે OCCRP નામના એક ઈન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ પ્લેટફોર્મએ Adani Groupનાં Sharesમાં વર્ષોથી થઈ રહેલા મોટા ખેલનો પર્દાફાશ કર્યો છે. કેટલાક નાણાકિય ડોક્યુમેન્ટના આધારે કરવામાં આવેલા દાવા બાદ મીડિયામાં હોબાળો મચી ગયો છે. આ દરમિયાન આજે અદાણી ગ્રૂપની કંપનીઓના શેરોમાં 4 ટકા સુધી તુટ્યા છે. આજે અદાણીના શેરોમાં ધોવાણ થવાથી રોકાણકારોને જબરદસ્ત આર્થિક નુકસાન થયું છે.
અદાણી ગ્રીન 4.43 ટકા ઘટ્યો
BSE પર અદાણી ગ્રીન એનર્જીનો શેર 4.43 ટકા ઘટીને રૂ. 927.65 થયો છે અને તેનું માર્કેટ કેપ રૂ. 1.47 લાખ કરોડ છે.
આ કંપનીઓના શેરમાં પણ ઘટાડો થયો
અદાણી પાવરનો શેર 3.82 ટકા ઘટીને રૂ. 315.85 થયો હતો. અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 3.56 ટકા ઘટીને રૂ. 2,424 અને અદાણી એનર્જી સોલ્યુશનનો શેર 3.18 ટકા ઘટીને રૂ. 814.95 થયો હતો.
આ કંપનીના શેર 2 થી 3 ટકા ઘટ્યા
BSE પર, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન 2.75 ટકા ઘટીને રૂ. 796.50, અદાણી ટોટલ ગેસ 2.74 ટકા ઘટીને રૂ. 634.60, NDTV 2.69 ટકા ઘટીને રૂ. 213.30 અને અદાણી વિલ્મરનો શેર 1.83 ટકા ઘટીને રૂ. 23.20 થયો હતો. ACCનો શેર 3.15 ટકા ઘટીને રૂ. 1,937.10 અને અંબુજા સિમેન્ટનો શેર 2.84 ટકા ઘટીને રૂ. 431.60 થયો હતો.