ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી, 5 દિવસ સુધી ઘટતા શેરમાં લાગી અપર સર્કિટ


  • Published By :
  • Published Date : 2023-12-05 17:50:20

ગૌતમ અદાણીએ વધુ એક સિમેન્ટ કંપની ખરીદી લધી છે, આ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે. અદાણી ગ્રુપની માલિકીની અંબુજા સિમેન્ટ્સ (ACL)એ સાંઘી ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનું અધિગ્રહણ પૂરૂ કર્યાની જાહેરાત કરી હતી. અંબુજા સિમેન્ટએ એક્સચેન્જ ફાઈલિંગમાં આ વાત જણાવી છે, આ માટે ઓપન ઓફર પ્રાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે પ્રતિ શેર રૂ. 121.90ના સુધારેલા ઓફર ભાવે હતી. આ વર્ષની શરૂઆતમાં, અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (ACL)એ તેના પબ્લિક શેરધારકો પાસેથી સાંઘી ઇન્ડસ્ટ્રીઝના રૂ. 10ના 26 ટકા ઇક્વિટી શેર હસ્તગત કરવા માટે 114.22 રૂપિયાની કિંમત ઓફર કરી હતી. આ સમાચાર આવતા જ શેરબજારમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના શેરમાં અપર સર્કિટ લાગી ગઈ છે, સાંધીના શેરમાં 5 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટ લાગી ગઈ હતી જ્યારે અંબુજા સિમેન્ટનો શેર 7 ટકાથી વધુ ઉછળ્યો છે. તેનો શેર 510.30 રૂપિયા પર પહોંચી ગયો છે. ઉલ્લેખનિય છે કે અંબુજા સિમેન્ટ હવે અદાણી ગ્રુપની કંપની બની ગઈ છે, થોડા મહિના પહેલા જ અદાણી ગ્રુપે અંબુજા અને એસીસીનું અધિગ્રહણ કર્યું હતું.


કેટલા રૂપિયામાં થયો સોદો?


અદાણી ગ્રુપે સાંઘી ઈન્ડ્રસ્ટ્રીઝનો આ સોદો 5185 કરોડ રૂપિયાની એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર કર્યો છે. રિપોર્ટસ મુજબ આ સોદા માટે ફંડિંગ આંતરિક સ્ત્રોતો દ્વારા કરવામાં આવ્યું છે. ગૌતમ અદાણીના માલિકી હકવાળી કંપની અંબુજા સિમેન્ટ્સે સાંઘી ઈન્ડસ્ટ્રીઝના 14 કરોડ શેર ખરીદ્યા છે. હવે કંપનીમાં અંબુજા સિમેન્ટ્સની ભાગીદારી 54.51 ટકા છે, સાંઘી ઈન્ડસ્ટ્રીઝના પહેલા પ્રમોટર રવિ સાંઘી એન્ડ ફેમિલી હતા. સાંઘી ઈન્ડસ્ટ્રીઝ પાસે લાઈમસ્ટોન  રિઝર્વનો મોટો હિસ્સો છે.   


ગુજરાતમાં છે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી


ઉલ્લેખનિય છે કે સાંઘી ઈન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી ગુજરાતના કચ્છ વિસ્તારમાં છે. અંબુજા સિમેન્ટ્સના નિવેદન અનુસાર, ક્ષમતાની દ્રષ્ટિએ સાંઘી ઇન્ડસ્ટ્રીઝની સિમેન્ટ ફેક્ટરી દેશની સૌથી મોટી સિંગલ લોકેશન સિમેન્ટ અને ક્લિંકર યુનિટ છે. એક્વિઝિશનમાં કેપ્ટિવ જેટી અને પાવર પ્લાન્ટનો પણ સમાવેશ થાય છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...