ભારત અને એશિયાના સૌથી અમીર ગૌતમ અદાણીએ મિડીયા કંપની NDTVને ખરીદવા માટે આડખીલીરૂપ બાબત દુર કરી છે. ટેકઓવરના નિયમો મુજબ તમામ શેર હોલ્ડર્સને સમાન કિંમત આપવી જોઈએ. જો કે આ કેસમાં આવું થયું નથી. અડાણીની કંપની RRPR Holding Pvtએ NDTVના પ્રમોટર પ્રણવ રોય અને રાધિકા રાય પાસેથી 27.26 ટકા ભાગીદારી 342.65 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદી છે. જ્યારે લઘુમતી શેર હોલ્ડર્સને ઓપન ઓફરમાં 294 રૂપિયા પ્રતિ શેરની ઓફર કરી હતી. આ ઓફર 5 ડિસેમ્બરે બંધ થઈ હતી. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે માર્કેટ રેગ્યુલેટર SEBI આ મુદ્દે કાર્યવાહી કરી શકે છે.
Adani Group decides to pay additional price of Rs 48.65/share for NDTV shares bought under open offer, as transfer price for shares bought from another promoter was higher than the open offer price which was Rs 294/share and the promoter transfer price was Rs 342.65/share. pic.twitter.com/sAPJ0a66CJ
— ANI (@ANI) January 3, 2023
લઘુમતી શેર હોલ્ડર્સને ચૂકવશે વધુ રકમ
Adani Group decides to pay additional price of Rs 48.65/share for NDTV shares bought under open offer, as transfer price for shares bought from another promoter was higher than the open offer price which was Rs 294/share and the promoter transfer price was Rs 342.65/share. pic.twitter.com/sAPJ0a66CJ
— ANI (@ANI) January 3, 2023જો કે અદાણી ગ્રુપે આ મુદ્દે પહેલ કરીને ઓપન ઓફર હેઠળ ખરીદવામાં આવેલા NDTVના શેરો માટે વધુ 48.65 પ્રતિ શેર ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે અદાણી ગ્રુપે હવે લઘુમતી સ્ટેકહોલ્ડર્સને પણ પ્રમોટર્સની સમાન જ રકમ ચૂકવી છે.અગાઉ NDTVના પ્રમોટર્સને લઘુમતી સ્ટેર હોલ્ડર્સની તુલનમાં 17 ટકા વધુ રકમ ચૂકવી હતી. હવે NDTVમાં અડાણી ગ્રુપની ભાગીદારી વધીને 64.7 ટકા થઈ ગઈ છે. NDTVના ત્રણ રાષ્ટ્રિય ચેનલ ચલાવે છે. જો કે NDTVમાં રોય પરિવારની 2.5 ટકા ભાગીદારી યથાવત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોય દંપતીની સાથે-સાથે રવિશ કુમારે પણ NDTVમાંથી રાજીનામું આપી દીધુ છે.