નાણામંત્રી નિર્મલા સીતારમણના ભવ્ય બજેટને શેરબજારે આવકાર્યું છે, ત્યારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં આજે ફરી ભારે વેચવાલી જોવા મળી હતી. ગૌતમ અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. હિંડનબર્ગ રિપોર્ટ જાહેર થયા બાદ અદાણીની તમામ કંપનીઓનું શેરબજારમાં જોરદાર ધોવાણ થયું છે.
અદાણીની કંઈ કંપનીના શેર તુટ્યા?
જો ગૌતમ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝ વિશે વાત કરીએ તો તેના શેરમાં લગભગ 28 ટકાની નબળાઈ જોવા મળી હતી અને તે 838 ઘટીને રૂ. 2135 જેટલો રહ્યો હતો.
અદાણી જૂથની અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં 117ની નબળાઈ જોવા મળી હતી અને તે લગભગ 19 ટકાના ઘટાડા સાથે 495ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણી વિલ્મરમાં 23 રૂપિયાના ઘટાડા સાથે 5 ટકા તુટીને રૂ.443, અંબુજા સિમેન્ટ રૂ 67 કડાકાના કડાકા સાથે 16.72 ટકા તુટીને 334 રૂપિયાએ બંધ રહ્યો હતો.
બુધવારના ટ્રેડિંગમાં, ગૌતમ અદાણી ગ્રૂપના અદાણી ટ્રાન્સમિશન લિમિટેડના શેર લગભગ 2.85 ટકાની નબળાઈ નોંધાવી રહ્યા હતા અને 50 ઘટીને રૂ. 1,723 પર ટ્રેડ કરી રહ્યા હતા.
અદાણી પાવરના શેરમાં પાંચ ટકાની નબળાઈ હતી અને તે રૂ.11 ઘટીને રૂ.212 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના શેરમાં 5% થી વધુનો ઘટાડો નોંધાયો છે અને તે રૂ. 63 ના ઘટાડા સાથે રૂ. 1160 પર ટ્રેડ કરી રહ્યો છે. અદાણી ટોટલ ગેસના શેરમાં 10 ટકાની નબળાઈ હતી અને તે રૂ.210 ઘટીને રૂ.1893 પર ટ્રેડ થઈ રહ્યો હતો.