અદાણી ગ્રુપના હાલ-બેહાલ, કંપનીઓના શેર 80 ટકા સુધી તુટ્યા, અમીરોના લિસ્ટમાં 33માં ક્રમે પહોંચ્યા


  • Published By :
  • Published Date : 2023-02-26 17:35:10

અમેરિકાની શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચની રિપોર્ટ જાહેર થયા બાદ અદાણી ગ્રુપને જોરદાર ફટકો લાગ્યો છે. આ રિપોર્ટ આવ્યાને 1 મહિના જેટલો સમય થઈ ગયો છે. આ એક મહિનામાં તો અદાણી ગ્રુપની કંપનીઓના હાલ-બેહાલ થઈ ગયા છે. અદાણી ગ્રુપની કંપનીઓનું માર્કેટ કેપ 80 ટકા સુધી તુટી ગયું છે. હિંડનબર્ગે તેની રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર છેતરપિંડી અને સ્ટોક મેનિપ્યૂલેશનનો આરોપ લગાવ્યો હતો. તે ઉપરાંત ગૌતમ અદાણીની કંપનીઓના શેરો 85 ટકા જેટલા ઓવરવેલ્યુડ છે તે બાબતનો પણ ઘટસ્ફોટ કર્યો હતો.


અદાણી ગ્રુપના શેર 80% ઘટ્યા


હિંડનબર્ગની રિપોર્ટ બાદ એક મહિનામાં અદાણી ગ્રુપના શેરમાં 80% ઘટાડો થયો છે. અદાણી ટોટલ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી મોટો ઘટાડો થયો છે. આ શેરમાં સતત નીચા સર્કિટ હોય છે. આમાં 80 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે.


અમીરોના ટોપ-25ના લિસ્ટમાંથી ફેંકાયા


હિંડનબર્ગ રિપોર્ટ બાદ રોકાણકારોમાં હડકંપ મચી ગયો છે. રિપોર્ટ આવ્યાને એક મહિનો વિતી ગયો હોવા છતાં હજું પણ અદાણી ગ્રુપના શેરો સતત  તુટી જ રહ્યા છે. કેશ સેગમેન્ટના શેરોમાં દરરોજ મંદીની સર્કિટો લાગી રહી છે. હાલ સ્થિતી એવી સર્જાઈ છે કે ગૌતમ અદાણી અમીરોની ફોર્બ્સ રિયલ ટાઈમ લિસ્ટમાં ટોપ 33માં ક્રમે પહોંચી ગયા છે. 


SEBIએ પણ માગ્યો જવાબ


માર્કેટ રેગ્યુલેટર SEBIએ અદાણી ગ્રુપ કંપનીઓના રેટિંગ પર રેટિંગ એજન્સી પાસેથી માહિતી માંગી છે. આ અંતર્ગત, સ્થાનિક લોન અને સિક્યોરિટીઝના રેટિંગ અંગે વિગતો માંગવામાં આવી છે. કારણ કે ભારે ઘટાડો અદાણી શેરોમાં પ્રવાહિતા અને લોનની ચુકવણીને અસર કરી શકે છે.


રેટિંગ એજન્સીઓ પાસેથી વિગતો માંગવાનું મુખ્ય કારણ કંપનીઓ પર રેટિંગ્સમાં કોઈ ફેરફાર ન હોવાનું માનવામાં આવે છે. કારણ કે અદાણી ગ્રુપના શેરમાં આટલો મોટો ઘટાડો થયો હોવા છતાં, ભારતની કોઈ રેટિંગ એજન્સીએ રેટિંગ્સ અથવા આઉટલુકમાં ફેરફાર કર્યા નથી. શેરના ભાવમાં અચાનક ઘટાડોએ મટેરિયલ ઈવેન્ટ હોય છે, જે રેટિંગ એજન્સી ફેક્ટર કરે છે. પરંતુ તેનાથી ઉલટું, સ્થાનિક રેટિંગ એજન્સીઓએ અદાણીની કંપનીઓના રેટિંગ્સમાં કોઈ ફેરફાર કર્યો ન નથી.


મૂડિઝે રેટિંગ ઘટાડ્યું


દેશની રેટિંગ એજન્સીઓએ અદાણી ગ્રુપના રેટિંગમાં ભલે કોઈ ફેરફાર ન કર્યો હોય પણ અમેરિકાની જાણીતી રેટિંગ્સ એજન્સી મૂડીઝે અદાણી ગ્રુપની કંપનીઓના આઉટલુકમાં ઘટાડો કર્યો છે. મૂડિઝનું અનુમાન છે કે આગામી 2 વર્ષમાં ગૌતમ અદાણીની ડેટ મેચ્યુરિટી પૂરી થવાની છે, મૂડીઝે કહ્યું કે વ્યાજ દરો વધવાના કારણે અદાણી ગ્રુપની કંપનીઓ પર વ્યાજનું ભારણ વધશે તેના કારણે તેના બિઝનેશ પર વિપરીત અસર પડશે. 


શાખ બચાવવાનો સવાલ


અદાણી ગ્રુપ પર શાખનો સવાલ ઉભો થયો છે, અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં લોકોનો ભરોસો ફરીથી જીતવા માટે અદાણી ગ્રુપ એશિયાના કેટલાક દેશોમાં રોડ શો આયોજીત કરશે. અદાણી ગ્રુપ 27 ફેબ્રુઆરીએ સોમવારે સિંગાપુરમાં જ્યારે 28 માર્ચથી હોંગકોંગમાં રોડ શો કરશે. આ માટે બાર્કલેઝ પીએલસી, બીએનપી પરીબા એસએ, ડીબીએસ બેંક લિમિટેડ, ડોઈચે બેંક એજી, અમીરાત એનબીડી કેપિટલ, આઈએનજી, આઇએમઆઈ-ઇન્ટેન્સા સાનપોલો એસપીએ, એમયુએફજી, મિઝુહો, એસએમબીસી નિક્કો અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકને આ રોડ શો માટે સંભવિત રોકાણકારો માટે આમંત્રણો મોકલ્યા છે.



એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?

Bengaluru Techie Suicide, 34 વર્ષના અતુલ સુભાષે દોઢ કલાકનો વીડિયો બનાવીને આત્મહત્યા કરી, કારણ પત્નીએ ભરણપોષણના દાવા અને રૂપિયા માટે જિંદગી બરબાદ કરી નાખી