પડતાને પાટું, અદાણીએ CNG ગેસના ભાવ વધાર્યા, નવો ભાવ રૂ.75.09 થયો


  • Published By :
  • Published Date : 2023-06-06 12:03:58

સતત વધી રહેલી મોંઘવારીએ પ્રજાની કમરતોડી નાખી છે, પેટ્રોલ-ડીઝલ, CNG,રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.  ત્યારે મોંઘવારીથી ત્રસ્ત લોકો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે, પ્રજા મોંઘવારીથી પરેશાન છે અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે અદાણીએ CNG ગેસના ભાવમાં ગેસના ભાવ વધાર્યાં છે.


અમદાવાદમાં CNGનો નવો ભાવ  રૂ.75.09


ગુજરાતમાં અદાણીએ CNGના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અદાણીએ CNG માં 2 મહિના બાદ ગઈ કાલે ભાવ વધારો જાહેર કર્યો છે. અદાણી CNGના ભાવમાં 80 પૈસાનો વધારો કરાયો છે. અમદાવાદમાં CNG ગેસનો ભાવ વધીને રૂ75.09 થયો છે. CNGનો જૂનો ભાવ પ્રતિ કિલો રૂ74.29 હતો. ભારત સરકારના ભાવ ઘટાડાના 2 મહિના બાદ આ વધારો કરવામાં આવ્યો છે.


એપ્રિલમાં ભાવમાં થયો હતો મોટો ઘટાડો


અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો હતો. કેન્દ્રિય કેબિનેટે કુદરતી ગેસના ભાવ માટે નવી કિંમત નિર્ધારણ પદ્ધતિની જાહેરાત કરી હતી. આ નવી સિસ્ટમની જાહેરાત બાદ જ CNG અને PNGના ભાવમાં ઘટાડો થયો હતો. કેબિનેટનો આ નિર્ણય અર્થશાસ્ત્રી કિરીટ પરીખની આગેવાની હેઠળની નિષ્ણાત પેનલની ભલામણો પર આધારિત હતો. મોદી સરકારના આ નિર્ણયને પગલે CNGના ભાવમાં પ્રતિ કિલો 8થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો. જ્યારે PNGના ભાવમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિટ મીટરે 5થી વધુ રૂપિયાનો ઘટાડો થયો હતો.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...