'સારાભાઈ Vs સારાભાઈ' સિરિયલમાં અભિનય કરનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં થયું નિધન! મુંબઈમાં થશે અંતિમ સંસ્કાર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-24 08:54:47

અકસ્માતોની સંખ્યામાં ભારે વધારો જોવા મળી રહ્યો છે. અકસ્માતને કારણે અનેક પરિવારે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. અનેક વખત અકસ્માતમાં લોકો એટલા ગંભીર રીતે ઘાયલ થઈ જતા હોય છે કે તે જીવનભર ચાલી પણ નથી શકતા. ત્યારે લોકપ્રિય શો સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મિનની ભૂમિકા નિભાવનાર અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. હિમાચલ પ્રદેશમાં આ દુર્ઘટના સર્જાઈ હતી અને મળતી માહિતી અનુસાર મુંબઈ ખાતે અભિનેત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Vaibhavi Upadhyay Hot Legs : r/HotIndianActresses

ગાડી પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત!

રોડ અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અનેક પરિવાર વિખેરાઈ ગયા છે. અકસ્માતમાં અનેક વખત બીજાના ભૂલની સજા કોઈ બીજાને ભોગવવી પડતી હોય છે. ઝડપની મજા કોઈને માટે મોતની સજા પણ બનતી હોય છે. ત્યારે ટીવી ઈન્ડસ્ટ્રીથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું મોત રોડ એક્સિડન્ટમાં થયું છે. સારાભાઈ વર્સીસ સારાભાઈમાં જાસ્મીનનું પાત્ર નિભાવનાર અભિનેત્રીનું નિધન રોડ અકસ્માતમાં થયું છે. હિમાચલ પ્રદેશમાં આ અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી અનુસાર પોતાના મંગેતર સાથે અભિનેત્રી કારમાં મુસાફરી કરી રહી હતી. તે દરમિયાન એક તીવ્ર વળાંક પર ગાડી પરથી કાબુ હટતા ગાડી નિયંત્રણની બહાર જતી રહી હતી. અભિનેત્રીના મંગેતરની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.


રૂપાલી ગાંગુલીએ શોક કર્યો વ્યક્ત! 

અભિનેત્રીના નિધનથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. અભિનેત્રીના નિધનની પુષ્ટિ અભિનેતા-નિર્માતા જેડી મજેઠિયાએ કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જીવન ખૂબ જ અણધાર્યું છે. એક ખૂબ જ સારી અભિનેત્રી, પ્રિય મિત્ર વૈભવી ઉપાધ્યાય, જે સારાભાઈ Vs સારાભાઈની જાસ્મિન તરીકે જાણીતી છે તેનું અવસાન થયું. તેનો ઉત્તર ભારતમાં અકસ્માત થયો છે. વૈભવીની આત્માને શાંતિ મળે. તે સિવાય રુપાલી ગાંગુલીએ પણ વૈભવીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રૂપાલી ગાંગુલી અને વૈભવી ઉપાધ્યાયે સારાભાઈ વર્સીસ સારાભાઈમાં સ્ક્રીન શેર કરી હતી.              



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...