અમિષા પટેલ અને સની દેઓલની ગદર-2 આવતા મહિને રિલીઝ થવાની છે. આ ફિલ્મનું જ્યારથી ટ્રેલર રિલીઝ થયું ત્યારથી ફેન્સ તેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે.. જો કે ફિલ્મ સિનેમાઘરોમાં આવે તે પહેલા જ વિવાદોમાં આવી ગઇ છે. અમિષા પટેલે ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટ કરી લખ્યું કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું.. અનિલ શર્માએ ફિલ્મના ક્રૂ મેમ્બરોને પૈસા ચૂકવ્યા નથી અમીશાએ ટ્વિટમાં લખ્યું છે કે ચાહકોની જાણકારી માટે હું કહી દઉં કે અનિલ શર્મા પ્રોડક્શન તરફથી 'ગદર 2'ના છેલ્લા શેડ્યૂલ દરમિયાન ઘણા ટેકનિશિયન, મેક-અપ આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનરને ડિરેક્ટર અને તેની પ્રોડક્શન કંપની પાસેથી તેમના પૂરા પૈસા મળ્યા નથી.
ફિલ્મના ડિરેક્ટરને લઈ અમિષા પટેલે કહી આ વાત
છેલ્લા ઘણા સમયથી અમિષા પટેલ અને સની દેઓલ પોતાની આગામી ફિલ્મ ગદરને લઈ ચર્ચામાં રહ્યા છે. ગદર-2 રિલીઝ થાય ચે પહેલા સિનેમાઘરોમાં ગદર ફિલ્મ ઘણા વર્ષો બાદ રિલીઝ કરવામાં આવી હતી. અનેક એવી ફિલ્મો એવી હોય છે જે રિલીઝ થાય તે પહેલા જ વિવાદોમાં ઘેરાઈ જાય. ત્યારે આ ફિલ્મને લઈ પણ વિવાદ છેડાયો છે કારણે કે ફિલ્મની અભિનેત્રી અમિષા પટેલે ટ્વિટ કરી હતી. આ બિલકુલ સાચી વાત છે. અમિષાએ ફિલ્મના ડિરેક્ટર અનિલ શર્મા સામે ટ્વિટ કરી અને ગંભીર આરોપો લગાવ્યા છે.. અભિનેત્રીએ ટ્વિટમાં લખ્યું છે કે ફિલ્મના સેટ પર અનિલનું મેનેજમેન્ટ સારું ન હતું..
ઝી સ્ટૂડિયોના કર્યા વખાણ
ઝી સ્ટુડિયોના વખાણ કરતા અમિષાએ કહ્યું- 'ઝી સ્ટુડિયોએ એક મોટું પગલું ભર્યું અને તમામ લોકોના બાકી પૈસા પરત કરી દીધા, કારણ કે તે એક પ્રોફેશનલ કંપની છે.' અન્ય એક ટ્વિટમાં અમિષાએ લખ્યું- 'છેલ્લા દિવસે નિવાસ સ્થાનથી ચંદીગઢ એરપોર્ટ સુધી અને ફૂડ બિલ પ્રોડક્શન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું ન હતું. આ સિવાય કેટલાક કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સને કાર પણ મળી ન હતી, જેના કારણે તેઓ ચંદીગઢમાં ખૂબ જ પરેશાન હતા. પછી ઝી સ્ટુડિયો વચ્ચે આવ્યો અને અનિલ શર્માની સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢ્યો.
અમિષા પટેલને ચાહકોએ કરી હતી ટ્રોલ
આ પહેલા પણ અમીશાએ આ ફિલ્મને લઇને વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો.. અમીષા પટેલે પોતાની જ ફિલ્મનો એક સ્પોઈલર ડ્રોપ કર્યો હતો. જેના માટે ચાહકોએ તેને ટ્રોલ કરી હતી. આ સ્પોઇલરમાં એક સીન બતાવવામાં આવ્યો હતો, જેમાં તારા એટલે કે સની દેઓલ એક કબર પાસે રડતો જોવા મળ્યો. ટીઝર રીલીઝ થયું ત્યારથી જ ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે અમીષા એટલે કે સકીના ફિલ્મના અંતમાં મૃત્યુ પામે છે. જો કે અમીશાએ સસપેન્સ ખોલી નાખ્યું અને કહ્યું કે આ કબર સકીનાની નથી અને સકીના ફિલ્મમાં મરવાની નથી.. ગદર-2 માં હવે વધુ એક સરપ્રાઇઝ ફેક્ટર ઉમેરાયું છે.. આ ફિલ્મમાં નાના પાટેકર પણ જોડાયા છે.. જો કે નાના પાટેકર ઓનસ્ક્રીન નહી જોડાય તે આ ફિલ્મમાં પોતાનો અવાજ આપી રહ્યા છે.