થોડા સમય પહેલા સતીષ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા હતા. તે બાદ આજે ફરી એક ખરાબ સમાચાર બોલિવૂડથી સામે આવી રહ્યા છે. બોલિવૂડ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થઈ ગયું છે. શ્વાસ લેવાની તકલીફ અને અન્ય બીમારીઓને કારણે તેમનું નિધન થયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
અનેક ફિલ્મોમાં કર્યો હતો અભિનય
આજે ફરી એક વખત બોલિવુડ અભિનેતા, ખ્યાતનામ કલાકાર, ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર સમીર ખખ્ખરનું અવસાન થઈ ગયું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને ગઈ કાલે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ગયું હતું. તેમણે અનેક ફિલ્મોમાં જેવી કે પુષ્પક, શહેનશાહ, રખવાલા, દિલવાલે જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 1996માં ભારત છોડી તેઓ અમેરિકા રહેવા જતા રહ્યા હતા. ફર્ઝીમાં તેઓ દેખાયા હતા.
નુક્કડ સિરિયલથી મળી લોકપ્રિયતા
દુરદર્શન પર આવતી સિરિયલ નુક્કડથી તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ સિરિયલમાં તેમણે ખોપડીનો રોલ નિભાવ્યો હતો જે બાદ લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. તે ઉપરાંત શ્રીમાન શ્રીમતી સિરિયલમાં તેમણે ફિલ્મ નિર્દેશક ટોટોની ભૂમિકા પણ ભજવી હતી. તે સિવાય સંજીવની સિરિયલમાં પણ તેમણે અભિનય કર્યો હતો. તે સિવાય થોડા વર્ષો પહેલા આવેલી 'હસી તો ફસી', 'જય હો', ફિલ્મોમાં અભિનય કર્યો હતો.