66 વર્ષે મશહુર અભિનેતા અને ડાયરેક્ટર સતીશ કૌશિકે અંતિમ શ્વાસ લીધા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર અનુપમ ખેરે આપ્યા છે. અભિનેતા અનુપમ ખેર સતીશ કૌશિકના નજીકના મિત્ર માનવામાં આવે છે. ખેરે ટ્વિટ કરતા લખ્યું કે હું જાણું છું કે મૃત્યુ આ દુનિયાનું અંતિમ સત્ય છે. પણ મેં સપનામાં પણ વિચાર્યું ન હતું કે હું જીવતો રહીને મારા ખાસ મિત્ર કૌશિક વિશે આ લખીશ. 45 વર્ષની મિત્રતા પર અચાનક પૂર્ણવિરામ. Life will never be the same without you SATISH!
આ રીતે બોલિવૂડમાં સતીશ કૌશિકે કરી એન્ટ્રી
સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956માં થયો હતો. હરિયાણાના મહેન્દ્રગઢમાં તેમનો જન્મ થયો હતો જ્યારે તેમણે દિલ્હી ખાતે અભ્યાસ કર્યો, ગ્રેજ્યુએશન તેમણે કિરોડીમલ કોલેજમાં કર્યું અને તે બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. વર્ષ 1983માં તેમણે બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં કદમ મૂક્યો હતો, મિસ્ટર ઈન્ડિયામાં રોલ કર્યા બાદ તેમને લોકો ઓળખવા લાગ્યા. તે બાદ દિવાના મસ્તાના ફિલ્મમાં રોલ મળ્યો. તેઓ અભિનેતા, કોમેડિયન, સ્ક્રિપ્ટ રાઈટર, નિર્દેશક તેમજ નિર્માતા હતા. તેમની આમ અચાનક વિદાય લેવાથી ફિલ્મ જગતમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. બપોરના સમયે મુબંઈ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
હોળી પાર્ટીમાં લીધો હતો ભાગ
મહત્વનું છે કે 7 માર્ચે જાવેદ અખ્તરે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં તેઓ ફિટ દેખાતા હતા. સોશિયલ મીડિયા પર સેલિબ્રેશનનાં ફોટો શેર કર્યા હતા જેમાં તેમણે લખ્યું કે જાવેદ અખ્તર, શબાના આજમી, બાબા આજમી, તન્વી આજમી તરફથી આયોજીત હોળી પાર્ટીમાં રંગબેરંગી ખુશનુમા હોળીની મજા માણી. સતીશ કૌશિકના નિધન પર કંગના રનૌતે દુ:ખ વ્યક્ત કર્યું છે.
जानता हूँ “मृत्यु ही इस दुनिया का अंतिम सच है!” पर ये बात मैं जीते जी कभी अपने जिगरी दोस्त #SatishKaushik के बारे में लिखूँगा, ये मैंने सपने में भी नहीं सोचा था।45 साल की दोस्ती पर ऐसे अचानक पूर्णविराम !! Life will NEVER be the same without you SATISH ! ओम् शांति!