Ahmedabadમાં ચાલતી Dummy School વિરૂદ્ધ કરાશે કાર્યવાહી, વિદ્યાર્થીઓને નામ પૂરતો જ પ્રવેશ આપતી શાળાઓની હવે ખેર નહીં!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-02 13:24:09

થોડા સમય પહેલા આપણે સાંભળ્યું હતું કે સ્પાર્ધાત્મક પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા. આખી વાતનો ઘટસ્ફોટ થયો હતો ત્યારે હવે બીજું એક કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદમાં ડમી સ્કૂલો તેમજ નામ પૂરતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત સામે આવતા તંત્ર તેમજ શિક્ષણ વિભાગ સતર્ક થઈ ગયું છે. અનેક એવી શાળાઓ છે જ્યાં માત્ર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવવા માટે જ પ્રવેશ આપવામાં આવતો હોય તેવી વાત સામે આવી છે. શાળામાં હાજરી આપવાની બદલીમાં વિદ્યાર્થીઓ ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ઉપસ્થિત હોય છે. ખાનગી ટ્યુશન કલાસિસોની સંખ્યામાં પણ ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ડમી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી શાળાઓ પર નિયંત્રણ લાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. 

       

પરીક્ષા આપી શકે તે માટે વિદ્યાર્થીઓ લેતા હોય છે શાળામાં પ્રવેશ!

પોતાના સંતાનને સારૂં શિક્ષણ મળે તે માટે માતા પિતાઓ સારી શાળામાં તેમનો પ્રવેશ કરાવે છે. વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને તેવી તેમની આશા હોય છે. પરંતુ તેમના બાળકને સારા માર્ક્સ આવે તે માટે શાળાની સાથે સાથે તેમને કોચિંગ સેંટરમાં પણ ભણવા માટે મૂકે છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં ટ્યુશન ક્લાસીસ અથવા કોચિંગ ક્લાસીસ છે જે શાળાઓ જેટલી મોંઘી ફી લેતા હોય છે. ત્યારે બાળક ટ્યુશનમાં ટ્રેનિંગ લે છે અને પરીક્ષા માટે શાળામાં માત્ર નામ પૂરતું એડમિશન લે છે.. શાળાના સમય દરમિયાન અનેક કોચિંગ ક્લાસ ચાલતા હોય છે જેને લઈ વિદ્યાર્થીઓ શાળામાં ન જઈ ટ્યુશન ક્લાસમાં ભણતા હોય છે. જેને લઈ શાળાનું નામ ખરાબ થાય છે. અનેક શાળાઓ એવી છે જેનું બોર્ડનું પરિણામ ઓછું આવ્યું છે.

 

જિલ્લા શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરવા આપ્યા આદેશ 

આ મામલે હવે કડક રીતે પગલા લેવાશે તેવી વાત સામે આવી છે. ડમી સ્કૂલો વિરૂદ્ધ પગલાં લેવા રણનીતિ બનાવવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણ અધિકારી આ મામલે એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. શિક્ષણાધિકારીઓને ડમી સ્કૂલોમાં સરપ્રાઈઝ વિઝીટ કરવા સૂચના આપી દેવામાં આવી છે. આ વિઝીટ દરમિયાન જો કોઈ સ્કૂલ ડમી નીકળે અથવા તો કોઈ વિદ્યાર્થી ડમી નિકળે તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે ડમી સ્કૂલો ચાલતી હોવાની વાત સામે આવતા આગામી દિવસોમાં અલગ અલગ ટીમ બનાવવામાં આવશે અને સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવશે. અને જો શાળા હકીકતમાં ડમી હશે તો સ્કૂલ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 


ડમી શાળાઓ વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી 

મહત્વનું છે કે સ્કૂલ કરતા પણ વિદ્યાર્થીઓમાં ટ્યુશનનો ક્રેઝ વધુ જોવા મળે છે. એક કોમ્પિટિશન જેવું વિદ્યાર્થીઓમાં જોવા મળે છે કે હું તો આ કોચિંગ ક્લાસથી કોચિંગ લઉં છું, વગેરે વગેરે... સ્કૂલ કરતા વધારે ધ્યાન વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસ પર આપી રહ્યા છે. મહત્વનું છે કે આવી ડમી શાળાઓ વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ.    



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?