રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ ભરૂચમાં નોંધાઈ ફરિયાદ, ભાજપના નેતા સહિત 11 લોકો વિરુદ્ધ લેવાશે પગલા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-14 13:50:50

રાષ્ટ્રગીતને સન્માન આપવું આપણા સૌ કોઈનું કર્તવ્ય છે. જ્યારે રાષ્ટ્રગીત ગવાતું હોય તે દરમિયાન અનેક નિયમોનું પાલન કરવું પડતું હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક લોકો ખુરશી પર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાઈ રહ્યા છે. વીડિયોમાં 11 જેટલા લોકો જોવા મળી રહ્યા છે જેમાં ભાજપના આગેવાન પણ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા ભરૂચ બી ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા તમામ 11 લોકો વિરૂદ્ધ ગુન્હો નોંધ્યો છે.


પોલીસે ફરિયાદી બની નોંધાવી ફરિયાદ   

સોશિયલ મીડિયા પર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે જે ટોક ઓફ ધી ટાઉન બનતા હોય છે. ત્યારે હાલ ભરૂચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 11 લોકો રાષ્ટ્રગીત દરમિયાન પાલન કરવામાં આવતા નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. મંડપમાં બેઠા બેઠા  રાષ્ટ્રગીત ગાતા હતા. મળતી માહિતી અનુસાર આ વીડિયો ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારનો છે. જ્યાં રહેતા ઐયુબ ઈબ્રાહિમ પટેલની પુત્રીનો રાત્રીના સમયે લગ્ન પ્રસંગ યોજાયો હતો. જેમાં ભાજપના આગેવાનો કાર્યકરો સહિત 11 જેટલા લોકો મંડપમાં જ રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું હતું. પાંચ શખ્સોએ ખુરશીમાં બેઠા બેઠા જ્યારે બાકીના પાંચ લોકો સાવધાન અવસ્થામાં ઉભા રહ્યા વિના રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભરૂચ બી ડિવીઝન પોલીસે જાતે જ ફરિયાદી બની વીડિયોમાં દેખાતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 


વીડિયો સાથે છેડછાડ નથી કરાઈને તે અંગે કરાઈ રહી છે તપાસ 

જે મોબાઈલમાં રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું તેને કબજે કરી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે તમામની અટકાયત કરી હતી તે ઉપરાંત મોબાઈલને એફએસએલમાં મોકલી દેવામાં આવ્યા છે. વીડિયો સાથે કોઈ છેડછાડ કે અન્ય કૃત્ય થયુ નથી તે અંગેનો રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ વીડિયોમાં ભરૂચના ભાજપના લઘુમતિ મોરચાના અગ્રણી ઈમરાન ખંડરા દેખાય છે. આ વીડિયો વાયરલ થતા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.   




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?