છેલ્લા ઘણા સમયથી ફ્લાઈટથી એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેને લઈ ચર્ચાઓ થતી હોય છે. 26 નવંબર 2022ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક યુવકે વૃદ્ધ મહિલા પર પેશાબ કરી લીધો હતો. આ ઘટનાના થોડા સમય બાદ આ વાત બહાર આવી હતી જે બાદ પેશાબ કરનાર વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાએ શંકર મિશ્રા વિરૂદ્ધ કરી કાર્યવાહી
એર ઈન્ડિયાની આ ઘટના બાદ આરોપીને શોધવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મહિલાએ એર ઈન્ડિયામાં ફરિયાદ દાખલ કરી હતી જે બાદ એર ઈન્ડિયાએ પોલીસમાં આ ફરિયાદ નોંધાવી હતી. આ મામલાને લઈને પોલીસે શંકર મિશ્રાની ધરપકડ પણ કરી હતી. ઘટનાના 42 દિવસ સુધી આરોપી ફરાર હતો. પરંતુ અંતે પોલીસે તેમની ગિરફ્તારી કરી લીધી હતી. ત્યારે એર ઈન્ડિયાએ આરોપી શંકર મિશ્રા સામે કાર્યવાહી કરી છે. જે અંતર્ગત એર ઈન્ડિયાએ 4 મહિના માટે તેમની મુસાફરી પર બેન લગાવી દીધો છે. જેને કારણે શંકર મિશ્રા ચાર મહિના સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી નહીં કરી શકે.