એકબાજુ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો અને બીજીબાજુ રાજકોટમાં આરોપીનું પોલીસ મથકમાં મોત


  • Published By :
  • Published Date : 2023-03-15 19:45:27

આજે જ ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની જેલમાં થતા આરોપીઓના મોત મામલે આંકડાઓ સામે રાખ્યા અને આજે જ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં એક આરોપીનું મોત થયાનો મામલો સામે આવ્યો છે. પરિવારજનોએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યા છે કે પોલીસે માર માર્યો હોવાના કારણે મોત થયું છે. આક્ષેપ સાથે જ મામલો ચગી ગયો છે. 


"પોલીસના મારથી આરોપીનું મોત થયું"

ગઈકાલે રાત્રે દસ વાગ્યા નજીક રાજકોટની કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર લોકોની ધરપકડ કરી હતી. મોડી રાત્રે અઢી વાગ્યે કુવાડવા પોલીસ સ્ટેશનમાં જેન્તી લાખા અગેચણિયા નામનો શખ્સ ઢળી પડ્યો હતો. રાજકોટ પોલીસે આરોપીને મોડી રાત્રે હોસ્પિટલ દાખલ કરાવ્યો હતો જ્યાં સારવાર પહેલા તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર મામલાની વાત જેન્તી અગેચણિયાના પરિવારને થતાં તેણે રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો હતો કે પોલીસના મારથી જેન્તી અગેચણિયાનું મોત થયું છે. 


કસ્ટડીમાં મોત થતાં પોલીસે શું કહ્યું?

સમગ્ર મામલે રાજકોટ પોલીસ એસીપી બીએ શર્માએ માહિતી આપી હતી કે કુવાડવા પોલીસે જુગારના કેસમાં ચાર આરોપીને પકડ્યા હતા. પકડાયેલા આરોપીમાંથી જેન્તી નામનો આરોપી અચાનક બે વાગ્યે રાતે ઢળી પડ્યો હતો. પોલીસ તેને સારવાર માટે લઈ ગઈ. પોલીસ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ જેન્તી અગેચણિયાનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે આરોપીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આરોપીના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આજે જ કોંગ્રેસે કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉઠાવ્યો હતો 

ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કહ્યું હતું કે કસ્ટોડિયલ ડેથ કેસમાં ગુજરાત દેશમાં પહેલા નંબરે છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીના મોત થયા હતા. 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં 24 મોત સાથે કસ્ટોડિયલ કેસમાં બમણો વધારો થયો હતો. કોંગ્રેસે સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર મે આઈ હેલ્પ યુ જેવી જાહેરાતોના બોર્ડ લગાવે છે પણ કંઈ થતું નથી. કોંગ્રેસે આરોપ લગાવ્યા હતા કે પોલીસના માર મારવાના બનાવોથી અને ટોર્ચર કરવાથી આરોપીઓના મોત થયા હતા. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?