NCRBના રિપોર્ટમાં મોટો ખુલાસો, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 82,155 અકસ્માતો, 36,000 લોકોના મોત


  • Published By :
  • Published Date : 2023-07-26 17:54:02

અમદાવાદના ઈસ્કોન ફ્લાયઓવર બ્રિજ પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત થતા આખા રાજ્યમાં હાહાકાર મચી ગયો છે. જો કે રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થયો છે, તાજેતરમાં જાહેર થયેલા  NCRBના આંકડા જોતા આ સત્ય બહાર આવ્યું છે. NCRBના આંકડા અનુસાર, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 82,155 અકસ્માતો થયા છે, જેના પરિણામે 36,000 લોકોના મોત થયા છે. આ દરમિયાન, 2021 માં 15,200 માર્ગ ટ્રાફિક અકસ્માતોમાં 7457 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જે દસ વર્ષમાં સૌથી વધુ મૃત્યુ એટલે કે 49% જેટલો છે.


સુરતમાં સૌથી વધુ મોત


NCRBના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈ વે પર થયા છે. તેમાં પણ સૌથી વધુ અકસ્માત સુરત શહેરમાં થયા છે. મૃત્યુઆંકના આંકડા મુજબ સુરતમાં રોડ ટ્રાફિક અકસ્માતોમાં સૌથી વધુ 40.5% મૃત્યુદર જોવા મળ્યો હતો. ત્યાર બાદ રાજકોટ (37%), વડોદરા (31%) અને અમદાવાદ (28%)નો નંબર આવે છે. સુરતમાં મૃત્યુદર પાછલા પાંચ વર્ષમાં સૌથી વધુ હતો.


NCRBના આંકડા શું કહે છે?


કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે "રોડ એક્સિડન્ટ ઈન ઈન્ડિયા 2021" ના રિપોર્ટમાં જણાવેલા આંકડા  દર્શાવે છે કે, ગુજરાતમાં, 2018માં નેશનલ હાઈ વે પર 3,997 અકસ્માતો નોંધાયા હતા, જેના પરિણામે 2,171 મૃત્યુ થયા હતા; 2019માં 3,511 અકસ્માતો નોંધાયા હતા; 1,898 જાનહાનિ થઈ; 2020માં 3,234 અકસ્માતો થયા; 1,797 જાનહાનિ થઈ; અને 2021 માં 3,406 અકસ્માતો નોંધાયા હતા અને 2,077 મૃત્યુ થયા હતા. NCRBના ડેટા મુજબ ગુજરાતમાં વર્ષ 2021માં થયેલા અકસ્માતમાં 18 વર્ષથી નીચેની વયના વર્ગમાં 328 બાળકો અને 85 છોકરીઓના મોત થયા હતા. જ્યારે 18થી 25 વર્ષની વયના 1334  પુરૂષો અને 159 મહિલાઓએ તેમનો જીવ ગુમાવ્યો હતો. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...