અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અકસ્માતમાં અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે. ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે જેમાં 6 લોકોના મોત થયા છે, અકસ્માત થવાને કારણે 5 મહિલા, 2 પૂરુષ અને એક બાળકનું મોત નિપજ્યું છે. આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ દુખ વ્યક્ત કર્યું છે.
6 લોકો મોતને ભેટ્યા જ્યારે અનેક લોકો થયા ઈજાગ્રસ્ત
મહારાષ્ટ્રમાં ગઈ કાલ રાતના અકસ્માત સર્જાયો હતો જેમાં 6 લોકોના મોત થયા છે. ઝડપમાં આવતી કારે 7 યાત્રીકોને પોતાની અડફેટે લઈ લીધા હતા. કાર સાથે ટક્કર થવાથી અનેક લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર લાગવાથી મૃત્યુ પામેલા તીર્થયાત્રીકો સોલાપુરથી પઢંરપુર તરફ પગપાળા જઈ રહ્યા હતા. ત્યારે ફૂલ ઝડપે આવી રહેલી ગાડી તેમનો કાળ બની ગઈ.
એકનાથ શિંદેએ મૃતકોને અર્પી શ્રદ્ધાંજલિ
આ ઘટના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ટ્વિટ કરી શિંદેએ લખ્યું કે કાર્તિકી યાત્રા માટે પઢંરપુર તરફ ચાલીને જઈ રહેલા તીર્થયાત્રીકોને સંગોલા મિરાજ રોડ પર એક વાહને ટક્કર મારી દીધી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારને ભાવભીની શ્રદ્ધાંજલિ.