અકસ્માતોની સંખ્ય પ્રતિદિન વધી રહી છે. દરરોજ અનેક અકસ્માત થાય છે જેમાં લોકો મોતને ભેટતા હોય છે અથવા તો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે ગમખ્વાર અકસ્માત મહારાષ્ટ્રના નાસિકમાં થયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર તમામ મુસાફરો શિરડી ખાતે આવેલા સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા.
બસમાં સવાર 10 લોકોના ઘટના સ્થળે થયા મોત
શુક્રવારની સવારે એક અકસ્માત સર્જાયો છે જેમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત મહારાષ્ટ્રના શિરડી હાઈવે પર થયો છે. બસ અને ટ્રક ભટકાતા બંને વચ્ચે ગંભીર અકસ્માત સર્જોયો હતો. અકસ્માતને કારણે બસમાં સવાર 10 લોકોના મોત થયા છે જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતને લઈ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોને પાંચ લાખ વળતર આપવાની જાહેરાત કરી છે.
અકસ્માતમાં અનેક લોકો થાય છે ઈજાગ્રસ્ત
દેશમાં અકસ્માતોને કારણે મોત પામનાર લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. કોઈ વખત ખીણમાં પડી જવાથી, કોઈ વખત ઝાડ સાથે ભટકાવવાથી તો કોઈ વખત બે વાહનો વચ્ચે ટક્કર થવાથી અકસ્માત સર્જાતા હોય છે. આ અકસ્માત બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટના નાસિક-શિરડી હાઈવે પર બની હતી. બસમાં સવાર મુસાફરો શિરડીના સાંઈ બાબાના દર્શન કરવા જઈ રહ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે 10 લોકોના મોત ઘટના સ્થળે થઈ ગયા હતા.