જામનગર-રાજકોટ હાઈવે પર સર્જાયો ગંભીર અકસ્માત, ઘટના સ્થળ પર થયા ત્રણ લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-11-17 11:43:52

અકસ્માતોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.. અનેક લોકોએ અકસ્માતમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે.... ઓવરસ્પીડિંગને કારણે અકસ્માત મુખ્યત્વે સર્જાય છે તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી.. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે... જાયવા પાસે એક્ટિવા અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાયો છે... આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે... મૃતક લોકો ધ્રોલના ભેંસદડના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે... ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી... 


પોલીસે આ મામલે તપાસ શરૂ કરી!

ઓવરસ્પીડિંગને કારણે અનેક લોકોના મોત થતા હોય છે... અનેક લોકો બેફામ બનીને વાહન ચલાવતા હોય છે... પોતાના જીવનની તો તેમને ચિંતા નથી હોતી પરંતુ તે બીજા લોકોના જીવનને પણ જોખમમાં મૂકી દેતા હોય છે.. પ્રતિદિન હજારો લોકોના મોત રોડ અકસ્માતમાં થતા હોય છે... ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે.... અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ત્યાં આવી પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી..  મૃતદેહોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે....પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી છે...  



મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...

શબ્દો.. બાળી પણ શકે છે અને શબ્દો તારી પણ શકે છે.. જ સારા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો આપણને ફાયદો થાય છે અને જો ખરાબ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તો તેની કિંમત આપણે ચૂકવવી પડતી હોય છે...

હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે.. અનેક યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. આજે મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં 24 વર્ષીય યુવાનને હાર્ટ એટેક આવ્યો છે.. લગ્ર પ્રસંગમાં ગરબા કરતી વખતે તે યુવાન અચાનક ઢળી પડ્યો અને મોતને ભેટ્યો..