ખેડબ્રહ્મા નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત! બાઈક અને કાર વચ્ચે ટક્કર થતાં ઘટના સ્થળ પર થયા બે વ્યક્તિના મોત! જાણો શું છે સમગ્ર મામલો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-23 10:28:07

અકસ્માતોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. અકસ્માતોને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અનેક લોકો એટલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે જેને કારણે આજીવન તેમને ભોગવવું પડતું હોય છે. ત્યારે ગઈકાલે ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બેકાબુ બનેલી કારે બાઈકને અડફેટે લઈ લીધી હતી. બાઈકની અડફેટે આવતા વીજ કચેરીના મહિલા કર્મચારી અને તેના પુત્રનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં જે બાળકનું મોત થયું છે તેણે હાલમાં યોજાયેલ બોર્ડની પરીક્ષા આપી હતી. પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા જ બાળકનું મોત ઘટના સ્થળ પર થયું છે. મહિલાના પતિને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર જે ગાડીએ અકસ્માત સર્જ્યો તે 100 થી 120ની સ્પીડમાં ચાલી રહી હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી છે.  


બે લોકોના ઘટના સ્થળ પર થયાં મોત!

ખેડબ્રહ્મા નજીક ગઈ કાલ રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળ પર બે લોકોના મોત થઈ ગયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર ખેડબ્રહ્માના નજીક ઈડર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માતને કારણે બે લોકોના મોત ઘટના સ્થળ પર થઈ ગયા હતા. બાઈકમાં પેટ્રોલ પુરાવી ઘર તરફ નીકળી રહ્યા હતા તે દરમિયાન ઈડર તરફથી આવતી ગાડીએ બાઈકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બાઈક પર બેઠેલા દર્શનાબેન અને શિવમનું મૃત્યુ ઘટના સ્થળ પર થઈ ગયું હતું. જ્યારે પારસભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 


પરીક્ષાનું પરિણામ આવે તે પહેલા થયું જ મોત!

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં જે ગાડીએ ટક્કર મારી તે ગાડીની સ્પીડ 100થી 120 વચ્ચેની હતી. ખરાબ રીતે ગાડી ચલાવવામાં આવતા આ અકસ્માત સર્જાયો હતો. જે બાળકનું મોત થયું છે તેનું નામ શિવમ છે. તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતા પહેલા જ શિવમે દુનિયાને અલવિદા કહી દીધી છે. ઝડપની મજા કોઈ બીજા માટે ઘણી વખત મોતની સજા બની જતી હોય છે. 


આ ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી!

ત્યારે આ અકસ્માતમાં એક જ પરિવારના બે સભ્યોના મોત થયાં છે. મળતી માહિતી અનુસાર જે ગાડીએ ટક્કર મારી હતી તેની સ્પીડ 100થી 120ની હતી. ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે ઉપર પેટ્રોલપંપની નજીક આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક ખેડબ્રહ્મા તરફ આવી રહ્યા હતા અને તે સમય દરમિયાન ગાડી અને બાઈક વચ્ચે અક્માત સર્જાયો છે. ઘટના સ્થળ પર દર્શનાબેન તેમજ તેમનો પુત્ર શિવમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને ઘટનાસ્થળ પર તેમનું મોત થયું હતું. જ્યારે પારસભાઈને ગંભીર ઈજાઓ પહોંચી છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર પોલીસે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...