વડોદરામાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, એસટી બસ અને બાઈક વચ્ચેની ટક્કરમાં થયાં ત્રણ લોકોના મોત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-04-10 08:50:43

બેફામ રીતે વાહન ચલાવવાને કારણે અનેક વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે તો અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે. અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે વડોદરામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળ પર ત્રણ લોકોના મોત થઈ ગયા છે. એસટી બસ અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે ઘટનાસ્થળ પર આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 


એસટી બસ અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત 

અકસ્માતોની સંખ્યામાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. સ્પિડમાં વાહન ચલાવવાને કારણે મુખ્યત્વે અકસ્માતો સર્જાતા હોય છે. ઝડપની મજા અનેક વખત મોતની સજામાં પરિણમતી હોય છે. સરકારી બસ પણ અનેક વખત બેફામ દોડતી જોવા મળતી હોય છે. ત્યારે રવિવારે  વડોદરામાં આવેલા હાલોલ રોડ પર એસટી બસ અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં બાઈક સવાર ત્રણ લોકોના મોત ઘટનાસ્થળ પર થઈ ગયા હતા. મળતી માહિતી અનુસાર મૃતકોમાં એક જ પરિવારના બે સગા ભાઈ હતા અને એક મિત્ર હતો જે મોતને ભેટ્યો છે.  


અકસ્માતમાં ત્રણ લોકોના થયા મોત 

ત્રણ યુવાનોના મોત થતાં લોકોમાં શોક વ્યાપી ઉઠ્યો હતો. દુખની લાગણી પ્રસરી હતી. એસટી બસ વડોદરાથી હાલોલ તરફ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની છે. પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક જ ગામના ત્રણ લોકોના મોત થતાં ગામમાં પણ શોકનો માહોલ વ્યાપી ઉઠ્યો છે.     

 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...