છત્તીસગઢમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, દુર્ઘટનામાં થયા અનેક લોકોના મોત, સીએમે ઘટના અંગે શોક પ્રગટ કર્યો


  • Published By :
  • Published Date : 2023-02-24 10:46:21

અકસ્મતોની સંખ્યામાં વધારો થયો છે. અકસ્માતને કારણે રોજે રોજ કોઈનો જીવ જતો હોય છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના છત્તીસગઢથી સામે આવી છે. બલૌદાબજાર-ભાટાપારા રોડ ગુરૂવાર રાતે ટ્રક અને પિક અપ વેન વચ્ચે થયેલી ટક્કરથી 11 લોકોના મોત થયા છે. જ્યારે 15 લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકો એક જ પરિવારના સદસ્યો હતા અને પારિવારિક કામથી તેઓ બહાર ગયા હતા. મૃતકોમાં 4 બાળકોનો પણ સમાવેશ થાય છે.

  

11 લોકોના થયા મોત  

એક્સિડન્ટની અનેક એવી ઘટનાઓ સામે આવી છે જેમાં અનેક લોકોના મોત થયા હોય છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હોય છે. ત્યારે એક ગમખ્વાર અકસ્માત છત્તીસગઢમાં થયો છે જેમાં 11 લોકોના મોત થઈ ગયા છે. ટ્રક અને પિક અપ વેન વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે. બધા લોકો એક જ પરિવારના લોકો હતા એવું માનવામાં  આવી રહ્યું  છે અને કોઈ અંગત કામથી ખિલોરાથી અર્જૂની ગામ જઈ રહ્યા હતા.


મૃતકો એક જ પરિવારના હોવાનું અનુમાન 

આ ઘટનામાં 11 લોકોના મોત થયા છે જ્યારે 15 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા છે. મરનાર લોકોમાં 4 બાળકોનો સમાવેશ થાય છે. જેમની ઉંમર 12થી 13 વર્ષ વચ્ચેની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાત્રે બલૌદાબાજારના ખિલોરાથી સાહુ પરિવાર પિકઅપ વાનમાં સવાર થઈ ગઈ રહ્યા હતા ત્યારે ટ્રક સાથે અકસ્માત થયો છે. ટક્કર એટલી જોરદાર હતી કે 11 લોકોના મોત થયા છે. ઘટના સ્થળે 7 લોકોના મોત થયા હતા, જ્યારે 4 લોકોના મોત સારવાર દરમિયાન થયા હતા. 10 જેટલા ઘાયલ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. ટક્કર બાદ ટ્રકમાં આગ લાગી હતી. ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો. પિકઅપ વાનમાં 22 જેટલા લોકો સવાર હતા.      


ઘટનાને લઈ સીએમએ શોક કર્યો વ્યક્ત 

આ ઘટનાને લઈ લોકોમાં દુખ વ્યાપી ઉઠ્યો છે. આ ઘટના પર મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક પ્રગટ કર્યો છે. મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ઉપરાંત સારવાર સારી થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સંભવ મદદ કરવા તેમણે જણાવ્યું હતું. 




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.