થોડા સમય પહેલા ઈસ્કોન બ્રિજ પાસે થયેલા અકસ્માતની ચર્ચાઓ નથી શાંત થઈ. ત્યારે ફરી એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે જેમાં 5 મહિલા, 3 બાળકો સહિત 10 જેટલા લોકો મોતને ભેટ્યા છે. અકસ્માત કેવી રીતે સર્જાયો તેના વિશે વાત કરીએ તો મિની ટ્રક પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 3 લોકો ગંભીર રીતે ઈજાગસ્ત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકો કપડવંજના વતની હતા. અને ચોટીલાથી દર્શન કરી પરત ફરી વળ્યા હતા.

રસ્તા પર ઉભેલી ટ્રક પાછળ ઘૂસી મીનિ ટ્રક
અમદાવાદમાં ફરી એક વખત ગંભીર અકસ્માત સર્જાયો છે. ચોટીલાના દર્શનેથી પાછી ફરતી વખતે આ અકસ્માત સર્જાયો છે. ટ્રક પાછળ મીનિ ટ્રક ઘૂસી જવાને કારણે આ અકસ્માત સર્જાયો છે 10 લોકો કાળનો કોળિયો બન્યા છે. મૃતકોમાં 5 મહિલા, 3 બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. અનેક લોકો ઘાયલ પણ થયા અને મળતી માહિતી અનુસાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધી પણ શકે છે. સારવાર અર્થે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે થોડા સમય પહેલા થયેલા અકસ્માતની ચર્ચા હજી શાંત નથી થઈ ત્યારે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.