સુરતના પલસાણાના તાંતિથૈયા ગામ પાસે બની દુર્ઘટના, કારે યુવકને 12 કિલોમીટર સુધી ઢસડ્યો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-01-24 17:07:46

થોડા સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં કારે અંજલી નામની છોકરીને અનેક કિલોમીટર સુધી ઢસડી હતી. ત્યારે આવી જ ઘટના સુરતમાં બની છે. બાઈક પર જઈ રહેલા દંપતીને ગાડીએ ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ચાલકે કાર હંકારી મૂકતા બાઈકસવાર  12 કિલોમીટર સુધી ઢસેડાયો હતો. પોલીસ કારચાલકની શોધખોળ કરી રહી હતી ત્યારે આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેને આધારે પોલીસ કારચાલકની તપાસ કરી રહી છે. આ ઘટનાથી અજાણ પત્ની ઘટના સ્થળે પોતાના પતિની શોધખોળ કરી પરંતુ બીજા દિવસે પતિની લાશ 12 કિલોમીટર દૂરથી મળી આવી હતી. આ ઘટના ગયા બુધવારની છે. 

પોલીસે વીડિયોના આધારે સમગ્ર તપાસ હાથ ધરી હતી.

અકસ્માત બાદ 12 કિલોમીટર ઢસેડાયો વ્યક્તિ  

ગુજરાતમાં અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અકસ્માતને કારણે લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે સુરતના પલસાણામાં દિલ્હીના કાંઝવાલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં પણ અકસ્માત સર્જયા બાદ એક વ્યક્તિ ગાડીની નીચે ઢસડાતો રહ્યો. અંદાજીત 12 કિલોમીટર સુધી કાર ચાલકે વ્યક્તિને ઢસડ્યો હતો. 

યુવકે પ્રેમલગ્ન કર્યા હતા.

સમગ્ર ઘટનાનો વીડિયો આવ્યો સામે  

સુરતના પલસાણાના તાંતિથૈયા ગામમાં આ ઘટના બની છે. જેમાં કારે બાઈક પર જઈ રહેલા દંપતીને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે પત્ની પડી ગઈ હતી. પરંતુ પતિ કારની નીચે ઢસડાતો રહ્યો હતો. પત્નીએ પતિની શોધખોળ શરૂ કરી. પરંતુ પતિ ન મળ્યા. 12  કિલોમીટર સુધી તે ઢસડાતો રહ્યો. પોલીસને આ અંગે જાણ કરવામાં આવી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી. ત્યારે એક વ્યક્તિએ પાછળથી આ વીડિયો ઉતાર્યો હતો. આ વીડિયો સામે આવવાથી પોલીસને તપાસ કરવામાં મદદરૂપ થશે.    



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...