નવસારીમાં બન્યો ગોઝારો અકસ્માત, કાર બેકાબુ બનતા બસ સાથે અથડાતા સર્જાઈ દુર્ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-31 16:20:20

રોડ અકસ્માતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે એક ગમખવાર અકસ્માત નવસારીમાં નેશનલ હાઈવે 48 પર સર્જાયો છે. બસ અને કાર વચ્ચે સર્જાયેલો અકસ્માત એટલો ગંભીર હતો કે આ અકસ્માતમાં 9 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે 32 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


કાર અને બસ વચ્ચે સર્જાયો અકસ્માત 

2022નો આજે અંતિમ દિવસ છે. પરંતુ 2022ના છેલ્લા દિવસોમાં અનેક દુખદ સમાચારો મળી રહ્યા છે. અનેક અકસ્માતો થઈ રહ્યા છે જ્યારે અનેક લોકોના મોતને કારણે દુખનું વાતાવરણ ઉભું થઈ રહ્યું છે. ફરી એક વખત રોડ અકસ્માતને કારણે 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. નવસારીના નેશનલ હાઈવે 48 પર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ગાડી અને બસ વચ્ચે સર્જાયો છે. મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ખાતે ચાલી રહેલા પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લઈ આ બસ પરત ફરી રહી હતી તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. 


કારમાં સવાર 9 લોકોના થયા મોત  

ફોર્ચ્યુનર ગાડી અને બસ વચ્ચે અકસ્માત થતા કારમાં સવાર તમામ લોકો કાળનો કોળિયો બન્યા છે જ્યારે બસમાં બેઠેલા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઉપરાંત બસ ડ્રાઈવરને એટેક આવતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ એકદમ તૂટી પડ્યો. અકસ્માત થતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો.   


વળતર ચૂકવવાની કરી જાહેરાત 

આ ઘટનાને લઈ અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીની ઓફિસ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવી જેમાં લખવામાં આવ્યું કે આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોને  2 લાખનું વળતર આપવામાં આવશે જ્યારે ઈજાગ્રસ્તોને 50000ની રકમ ચૂકવામાં આવશે.  





21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.