હજી સુધી ઈસ્કોનમાં થયેલા અકસ્માતની ચર્ચાઓ શાંત નથી થઈ, ત્યાં તો બીજા અનેક અકસ્માતોની ઘટના સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા મણિનગરમાં એક અકસ્માત સર્જાયો હતો ત્યારે ગઈકાલે ફરી એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. વધુ એક અકસ્માત અમદાવાદના રસ્તા પર સર્જાયો છે. નશાની હાલતમાં ધૂત થયેલા નબીરાએ માણેકબાગ વિસ્તારમાં અકસ્માત સર્જ્યો છે. આ વખતે બીએમડબલ્યુ કારમાં આવેલા યુવકે વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જતી વખતે એક્સીડન્ટ કર્યો છે. નશામાં ચિક્કાર થયેલા નબીરાએ રસ્તામાં અનેક વાહનો સાથે એક્સીડન્ટ કર્યો.
નશાની હાલતમાં BMW ગાડી ચલાવતા નબીરાએ સર્જ્યો અકસ્માત
એક તરફ રાજ્યમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે તો બીજી તરફ અકસ્માતોની સંખ્યા પણ સતત વધતી જઈ રહી છે. હજી એક નબીરા વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી થઈ રહી છે, ત્યાં તો બીજા એક નબીરાની કરતૂત સામે આવી છે. નશાની હાલતમાં પહેલા તો નબીરાએ BMW ગાડી ચલાવી અને પછી અકસ્માત સર્જ્યો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. બીએમડબલ્યુ કારમાં યુવક વસ્ત્રાપુર તરફથી માણેકબાગ અને ત્યાંથી મણિનગર તરફ જઈ રહ્યો હતો. અકસ્માત કરનાર યુવકે ચિક્કાર દારૂ પીધો હતો. મળતી માહિતી અનુસાર તેણે રસ્તામાં અલગ અલગ જગ્યાએ કારને અથડાવી હતી. આખરે માણેકબાગ પાસે કાર ઝાડ સાથે અથડાઈ. એક્સીડન્ટ થતાં તે નશાની હાલતમાં કારમાંથી બહાર આવ્યો હતો. જેવો તે ગાડીમાંથી બહાર આવ્યો. પોલીસને આ ઘટનાની જાણ થતાં કાર્યવાહી કરવામાં આવી અને તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.
મણિનગરના રહેવાસીને પોલીસે લીધો કસ્ટડીમાં
પોશ એરિયામાં મોડી રાત્રે આ અકસ્માત સર્જાયો હતો જેને કારણે રસ્તા પર ઓછા લોકો હાજર હતા. ઘટનાસમયે જે લોકો હાજર હતા તે ત્યાં ભેગા થઈ ગયા હતા. દારૂ પિધેલી હાલતમાં તે ગાડીમાંથી નીચે ઉતર્યો ત્યારે લોકોએ તેને માર માર્યો હતો. પોલીસને આ અંગે જાણ કરાઈ. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિનું નામ કમલેશ બિશ્નોઈ છે અને તે મણિનગરનો રહેવાસી છે. દારૂ પીને ગાડી ચલાવતા નબીરાઓને લઈ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે.
ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રસ્તા પર નીકળવું હવે જીવન ગુમાવવા સમાન થઈ ગયું છે, કાયદાને પગની ધૂળ સમજતા હોય એ રીતે અમુક નબીરાઓ દારૂ પીને ગમેતેમ લોકોને કચડી રહ્યા છે.
પણ સવાલ એ છે કે શું ગાંધીના ગુજરાતમાં દારૂ ભાજપ સરકારની રહેમ નજર હેઠળ આવે છે ? pic.twitter.com/jN3EtWlDcZ
— Isudan Gadhvi (@isudan_gadhvi) July 27, 2023
ગાડી તમારા બાપની ભલે હોય પરંતુ રસ્તો તમારા બાપનો નથી
ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે રસ્તા પર નીકળવું હવે જીવન ગુમાવવા સમાન થઈ ગયું છે, કાયદાને પગની ધૂળ સમજતા હોય એ રીતે અમુક નબીરાઓ દારૂ પીને ગમેતેમ લોકોને કચડી રહ્યા છે.
પણ સવાલ એ છે કે શું ગાંધીના ગુજરાતમાં દારૂ ભાજપ સરકારની રહેમ નજર હેઠળ આવે છે ? pic.twitter.com/jN3EtWlDcZ
ઓવરસ્પીડિંગને કારણે તેમજ નશાની હાલતમાં હોવાને કારણે અનેક અકસ્માતો સર્જાય છે. નશામાં ટલ્લી થઈ નબીરાઓ એવી બેફામ રીતે ગાડીઓ ચલાવતા હોય છે કે જાણે રસ્તો તેમના બાપનો હોય. પરંતુ તે ભૂલી જાય છે કે ભલે ગાડી તમારા બાપની હોય પરંતુ રસ્તો તમારા બાપની પ્રોપર્ટી નથી. ત્યાં સામાન્ય લોકો, વાહનચાલકો પોતાના વાહનો ચલાવતા હોય છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ જો જાનહાની થઈ હોત તો?