રાજકોટમાં ગમખ્વાર અકસ્માત, મહિલા તબીબ પર ડમ્પરનું વ્હીલ ફરી વળ્યું, ડમ્પરચાલક ફરાર


  • Published By :
  • Published Date : 2023-06-25 12:17:19

વાહનો ચાલકો કોઈ પણ પ્રકારના ભય વગર જે રીતે બેફામ ડ્રાઈવિંગ કરે છે તેનાથી રસ્તા પર ચાલવું કે નાનું વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. રાજકોટમાં એક ડમ્પરે મહિલા તબીબને અડફેટે લેતાં ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું. શહેરના કોઠારીયા રોડ પર આવેલા રણુજા મંદિર પાસે આ અકસ્માત બન્યો હતો. જેમાં ડો.આયુષી વડોદરિયાનું મોત થયું હતું. અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે આજી ડેમ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.


ડમ્પરના ચાલક સામે નોંધાઈ FIR 

આયુષીબેન જગદિશભાઈ વાડોદરીયા નામની 24 વર્ષની ડેન્ટિસ્ટ કોઠારીયા રોડ પર હુડકો ચોકડી પાસે તેમના સ્કુટર પર કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન જ ડમ્પર ચાલકે હડફેટે લઈ કચડી નાખતા હાહાકાર મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ આયુષીબેનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. આજી ડેમ પોલીસે આ મામલે મૃતકના પિતા જગદીશભાઈની ફરિયાદ આધારે અકસ્માત બાદ ભાગી ગયેલા ડમ્પરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતક આયુષીબેનના પિતા રત્ન કલાકાર છે, અને તેમને સંતાનમાં એક પુત્રી આયુષી જ હતા.


રત્ન કલાકાર પિતાએ ડોક્ટર પુત્રી ગુમાવી


જગદિશભાઈએ પોલીસને જણાવ્યું કે તે હિરા ઘસવાનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્રી આયુષી (ઉં.વ.24) છે, જે ડેન્ટિસ્ટ છે. આજે બપોરે તે ઘરે હતા ત્યારે 108ના તબીબે તેની પુત્રીના નંબર પરથી કોલ કરતા તે રિસીવ કર્યો હતો અને કોલ કરનારે 'આ ફોનવાળા બહેનનું કોઠારીયા રોડ પાસે અકસ્માત થયો છે.' તેમ જણાવતા તે ત્યાં તત્કાલ પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોતા તેની પુત્રી લોહીલુહાણ હાલતમાં પડેલી જોવા મળી હતી.


મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો  


આ અકસ્માત અંગે ઘટના સ્થળએ હાજર લોકોએ જણાવ્યું કે આયુષી તેનું સ્કુટર લઈને જઈ રહી હતી ત્યારે કોઠારીયા ગામ તરફથી હુડકો ચોકડી તરફ જતી વખતે પુરપાટ વેગે ઘસી આવેલા ડમ્પરના ચાલકે તેને પાછળથી હડફેટે લેતા આયુષી નીચે પડી જતા ડમ્પરનું વ્હીલ તેના પર ફરી વળ્યું હતું. કોઈએ 108ને જાણ કરતા તેના તબીબે આયુષીને મૃત જાહેર કરી હતી. જાણ થતા આજી ડેમ પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. ડેન્ટિસ્ટ આયુષી તબીબી કામ સબબ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાતા નિધન થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?