અરવલ્લીના ધનસુરા નજીક બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત


  • Published By :
  • Published Date : 2023-12-10 13:16:52

રાજ્યમાં વાહન ચાલકોના બેફામ ડ્રાઈવિંગના કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાની ઘટનાઓ વધી રહી છે. અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇક સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. બનાવની જાણ થતાં સ્થાનિકો એક્ત્ર થયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માતની ઘટનાને લઈ ધનસુરા પોલીસે ડમ્પર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.


મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા 


આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


અંબાસર ગામમાં શોકનો માહોલ

 

ધનસુરા પોલીસે ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, ઉપરાંત ડમ્પરના માલિક સામે પણ કાર્યવાહી કરવાની દિશામાં તપાસ તેજ કરી છે.અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય યુવક અંબાસરના રહેવાસી હતા. ત્રણ યુવકોના મોત નીપજતાં અંબાસર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. તેમજ બેફામ ચાલતા ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવો રોષ પણ વ્યક્ત કર્યો હતો.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?