લદ્દાખના લેહ પાસે સેનાની એક ટ્રક ઉંડી ખીણમાં ખાબકતા આ ટ્રકમાં સવાર એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 જવાન શહીદ થયા હતા. જ્યારે એક જવાન ઘાયલ થયો છે. ઘાયલ જવાનને સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માત ક્યારી વિસ્તાર પાસે થયો હતો. સેના સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર સેનાની ટ્રકની સાથે એમ્બ્યુલન્સ અને યુએસવી પણ જઈ રહી હતી. આ તમામ વાહનોમાં કુલ 34 સેનાના જવાનો હતા. સેનાની ટ્રકને શનિવારે સાંજે 6.30 કલાકે અકસ્માત નડ્યો હતો.
क्यारी शहर से 7 किमी दूर वाहन खाई में गिरने से भारतीय सेना के सात जवान वीर गति को प्राप्त हुए। घटना में कई अन्य घायल हैं। सैनिक कारू गैरीसन से लेह के पास क्यारी की ओर बढ़ रहे थे। दुर्घटना में कई सैनिकों को चोटें भी आई हैं। अधिक जानकारी की प्रतीक्षा है: रक्षा अधिकारी, लद्दाख pic.twitter.com/dHP5Oyaraa
— ANI_HindiNews (@AHindinews) August 19, 2023
ALS વાહનમાં 10 જવાન હતા
क्यारी शहर से 7 किमी दूर वाहन खाई में गिरने से भारतीय सेना के सात जवान वीर गति को प्राप्त हुए। घटना में कई अन्य घायल हैं। सैनिक कारू गैरीसन से लेह के पास क्यारी की ओर बढ़ रहे थे। दुर्घटना में कई सैनिकों को चोटें भी आई हैं। अधिक जानकारी की प्रतीक्षा है: रक्षा अधिकारी, लद्दाख pic.twitter.com/dHP5Oyaraa
— ANI_HindiNews (@AHindinews) August 19, 2023આ ગમખ્વાર દુર્ઘટના વિશે લદ્દાખના એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના ક્યારી શહેરથી 7 કિમી દૂર થઈ હતી. સેનાનું વાહન ખાડામાં પડી ગયું હતું. સૈનિકો કારુ ગેરિસનથી લેહ નજીક ક્યારી તરફ જઈ રહ્યા હતા.ભારતીય સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે, એક ALS વાહન લેહથી ન્યોમા તરફ કાફલા સાથે જઈ રહ્યું હતું. શનિવારે સાંજે 5:45-6:00 વાગ્યાની વચ્ચે, ક્યારીથી 7 કિલોમીટર પહેલાં, તે ખીણમાં લપસી ગયું હતું. વાહનમાં 10 જવાન હતા, જેમાંથી 9ના મોત થયા હતા અને એક ઘાયલ થયો હતો. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત
8 સૈનિકોના ઘટના સ્થળે જ મોત, એકનું હોસ્પિટલમાં મોત લેહના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) પીડી નિત્યાએ જણાવ્યું કે સેનાના વાહનમાં 10 સૈનિકો હતા. આ વાહન લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો અને ખાડામાં પડી ગયો. પોલીસની એક ટીમ અકસ્માત સ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલ જવાનોને સેનાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આઠ જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ અન્ય એક જવાનનું મોત થયું હતું. એક જવાનની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
PM મોદી સહિતના નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું
રાષ્ટ્ર પતિ દ્રોપદી મુર્મુ, PM નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, લેહ પાસે થયેલા અકસ્માતથી હું દુ:ખી છું. આપણે ભારતીય સેનાના જવાનો ગુમાવ્યા છે. રાષ્ટ્ર પ્રત્યેની તેમની સમૃદ્ધ સેવા હંમેશા યાદ રાખવામાં આવશે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. જેઓ ઘાયલ છે તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય તેવી પ્રાર્થના.