ઉનાની અહેમદપુર-માંડવી ચેકપોસ્ટ પર ACBનો દરોડો, લાંચિયા પોલીસકર્મીઓ મુઠ્ઠીઓ વાળી ભાગ્યા


  • Published By :
  • Published Date : 2024-01-07 14:10:05

ગત 30 ડીસેમ્બરના રોજ સાંજે ઉનાનાં અહેમદપુર માંડવી ચેકપોસ્ટ પર  લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા રનિંગ ટેપ કરીને પોલીસ નાં ખાનગી વહીવટદારને રંગે હાથે ઝડપી લીધાં બાદ તેણે પુછપરછ કરતાં અને તેનાં પાસેથી કબજે કરાયેલાં મોબાઈલ માંથી નિકળેલ ઓડિયો ક્લીપ એ ઉના પોલીસ અધિકારી એન કે ગૌસ્વામી અને એ એસ આઇ નિલેશભાઈ છગનભાઈ મૈયા સહિત અનેક પોલીસ નાં દારૂ કાઢવા અને વહીવટ કર્યાનો ઘટસ્ફોટ થતાં આખરે આ ચકચારી પ્રકરણમાં ઉના પી આઈ એન કે ગૌસ્વામી સહિત ત્રણ સામે ગુન્હો નોંધી એ સી બી એ જડપેલા પોલીસનાં વહીવટદાર નિલેશભાઈ અભેસિંહ તડવી ને ઉના કોર્ટ સમક્ષ દશ દિવસ ની રીમાન્ડ ની માંગણી સાથે રજુ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે 


પોલીસ કર્મીઓ ભાગતા ઝડપાયા


ગત તા 30/12/2023 ના સંધ્યા સમયે સી.યુ.પરેવા ગીર સોમનાથ એ.સી.બી ને મળેલ માહિતી અને અરજીઓ અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનની દિવને જોડતી માંડવી અહેમદપુર ચેકપોસ્ટ  ખાતે દિવ તરફથી આવતા વાહન ચાલક નાગરિકો પાસેથી પોલીસ કર્મચારીઓ વાહનો રોકી અને હેરાનગતિ કરી મોટા પ્રમાણમાં લાંચના નાણાં લેતા હોવાની માહિતી આધારે એ.સી.બી ડિકોય છટકું ગોઠવી ડીકોયરની સંમતિ મેળવી બે સરકારી પંચો તથા એ.સી.બી રેડિંગ ટીમ સાથે અહેમદપુર પોલીસ ચેક પોસ્ટના નિલેશકુમાર અભેસીંગ ભાઈ તડવી ઉ.વ.35 ધંધો.ટુ વ્હીલર જય માતાજી ઓટો ગેરેજ રહે. મોટી છીપવાડ સંખેડા તા.સંખેડા જી.છોટા ઉદયપુર હાલ.ગીર ગઢડા રોડ રજવાડુ હોટલ સામેની ગલી ઉના વાળા ને શંકાસ્પદ હાલતમાં એક પોસ્ટ પર હાજર પોલીસ કર્મચારીઓ સાથે મળી આવેલ અને પોલીસ કર્મચારીઓ સાથે ભાગતા સ્થળ પર પકડાયા હતા. 


નિલેશ તડવીને કોર્ટમાં રજૂ ,પાંચ દિવસના રિમાન્ડ મંજુર


ડિકોયના રેડ પોલીસ ચેક પોસ્ટ ખાતે સ્થળ પરથી ભાગતા પકડાયેલ નિલેશકુમાર અભેસીંગભાઈ તડવીની કામગીરી અંગે પૂછપરછ કરતા સને.2012 ના અરસામાં હાલમાં ઉના પો.સ્ટે ખાતે ફરજ બજાવતા પો.ઈ  એન.કે.ગોસ્વામીનાઓએ પો.સ.ઈ તરીકે સંખેડા પો.સ્ટે ખાતે ફરજ બજાવતા હતા ત્યારે સંપર્કમાં આવેલ હોવાથી મિત્રતા થયેલ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોતે છેલ્લા સાતેક માસ પહેલા એન.કે.ગોસ્વામી પો.ઈ ઉના પો.સ્ટેનાએ પોતાને ઉના પો.સ્ટેની માંડવી ચેક પોસ્ટ ખાતે ફરજ પરના પોલીસ કર્મચારીઓના ચેકિંગ પર ધ્યાન રાખવા અને માંડવી પોલીસ ચેક પોસ્ટ ખાતે પોલીસ કર્મચારીઓ રોજના કેટલા ખાનગી વાહનો રોકી અને કેટલા વાહન ચાલકો પાસેથી કેટલા નાણાં લે છે, તે માહિતી આપવા રાખેલ હોવાનું જણાવ્યું હતું. નિલેશકુમાર અભેસિંગ તડવીને ઉના ખાતે રહેતા ખાનગી રૂમમાં રહેતા અભેસિંગ નામના પોલીસ કર્મચારી રોકાવવાની એન.કે.ગોરવામી પો.ઈ ઉના પો.સ્ટેનાએ સગવડ કરી આપેલ હોવાની માહિતી આપેલ છે. ગેર કાયદેસર રીતે મળતા નાણાંમાંથી દર માસે વીસ હજાર આપતા હોવાનુ પણ ખુલવા પામ્યું છે. નિલેશ તડવીને કોર્ટમાં રજૂ કરતા પાંચ દિવસની રિમાન્ડ મંજુર થઈ હતી.


આ આરોપીઓ સામે કાર્યવાહી


આ સમગ્ર સંવાદો બાબતે નિલેશકુમાર અભેસિંગ તડવીએ  સી.યુ.પરેવા એ.સી.બી પુછપરછ કરતા મોબાઈલ ફોનમાં રેકોર્ડ થયેલ ઓડિયો સંવાદો હાલમાં ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પો.ઈ એન.કે.ગોસ્વામી સાથેના વાતચીતના હોવાનું કબૂલ્યું છે  સોમનાથ એ.સી.બી પો.સ્ટે જાણવા જોગ ફરીયાદ બાદ તપાસ જુનાગઢ ડી વાય એસ પી દેશાઈ ને સોંપતા નિલેશકુમાર અભેસિંગ તડવીનાઓની પુછપરછ માં માંડવીચેક પોસ્ટ ઉના પો.સ્ટે ખાતે ફરજ બજાવતા એન.કે.ગોસ્વામી અને ચેક પોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને અન્ય સંકળાયેલ વ્યક્તિઓ દ્વારા દૈનિક રીતે ખુબ જ મોટી રકમો તોડ કરતા નિલેશકુમાર અભેસીંગભાઈ તડવી જય માતાજી ઓટો ગેરેજ રહે. મોટી છીપવાડ તા.સંખેડા જી.છોટા ઉદેપુર હાલ રહે.ઉના (2) એન.કે. ગોસ્વામી પો.ઈ. ઉના પો.સ્ટે તથા (3) એ.એસ.આઈ નિલેશભાઈ છગનભાઈ તથા તપાસમાં નિકળે તેઓ વિરુધ્ધ  ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ, 1988 (સુધારા-2018) ની કલમ 7 અ, 12,13(1) તથા 13(2) તથા ઈ.પી.કો કલમ. 120 (બી) અને 34 મુજબ  સરકાર તરફે બી એલ દેસાઈ ફરીયાદી બની કાયદેસરની ફરીયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે.


ગુરૂ-ચેલાની મિલિભગતનો પર્દાફાશ


વર્ષ 2012 થી છોટા ઉદેપુરનાં છીપવાડ ગામે ગેરેજનો ધંધો કરતો નિલેશ અભેસિંહ તડવી સાથે ઉના પી આઈ એન કે ગૌસ્વામીને સંબંધ બંધાયા હતા અને વહીવટદાર બન્યો હતો જે જે જગ્યા એ ગૌસ્વામીએ ફરજ બજાવી ત્યાં સાથે રહેતો તમામ ગેરકાનૂની નાણાંકીય વહીવટી તેમજ ફરજો બજાવતા પોલીસ ઉપર નજર રાખીને પી આઇ એન કે ગૌસ્વામી ને માહિતી આપતો હતો તેનાં બદલામાં પી આઇ એન કે ગૌસ્વામી તેમના સાગરીત નિલેશભાઈ તડવીને માસિક 20 હજાર પગાર આપતાં હતાં  ફોન માં પીઆઇનો નંબર ગુરુજી નામે સેવ હતો એ સી બીનાં હાથે આવેલાં ફોન એ ગુરુ ચેલાનાં વટાણા વેરી નાખ્યા હતા પણ સાથે ઉચ્ચ અધિકારીઓ માટે દારૂ સપ્લાય કરતાં અન્ય કર્મીઓનો પણ પર્દાફાશ થયો હતો આમ વહિવટદારનાં ગુરુજી ગૌસ્વામી ખુદ નિકળ્યા હતા.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...