એબીપી સી વોટર સર્વેમાં ચોંકાવનારા પરિણામો, કર્ણાટકમાં ભાજપને ફટકો, CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


  • Published By :
  • Published Date : 2023-03-29 19:08:51

ચૂંટણી પંચે બુધવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ ચૂંટણીને લઈને એબીપી ન્યૂઝ સી વોટરે એક સર્વે હાથ ધર્યો છે. આ સર્વેમાં 24 હજાર 759 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સી વોટરે ઓપિનિયન પોલમાં લોકોને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા, જેમ કે કર્ણાટકમાં કઈ પાર્ટી સરકાર બનાવી શકે છે? આ સર્વેના  પરિણામો ખૂબ જ રસપ્રદ છે. આ ઓપિનિયન પોલમાં માર્જીન ઓફ એરર પ્લસ માઈનસ 3 થી પ્લસ માઈનસ 5 ટકા છે. 


સત્તાધારી ભાજપને ફટકો


રાજયમાં કઈ પાર્ટીની સરકાર બનશે આ પ્રશ્નના ખૂબ જ ચોંકાવનારા પરિણામો સર્વેમાં સામે આવ્યા છે. ઓપિનિયન પોલમાં 39 ટકા લોકો માને છે કે કોંગ્રેસની સરકાર બનશે. ભાજપને 34 ટકા લોકોએ પસંદ કર્યો હતો જ્યારે 17 ટકા લોકોએ જેડીએસની તરફેણમાં મતદાન કર્યું હતું. 3 ટકા લોકોનું કહેવું છે કે રાજ્યમાં ત્રિશંકુ સરકાર બનશે.


CM તરીકે સિદ્ધારમૈયા પહેલી પસંદ


કર્ણાટકના સીએમ તરીકે લોકોની પહેલી પસંદ કોંગ્રેસના નેતા પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા છે. તે 39 ટકા લોકોની પહેલી પસંદ છે. તેમના પછી વર્તમાન મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ  (31%), કુમારસ્વામી (21%) અને ડીકે શિવકુમાર (3%)નો નંબર આવે છે.


ચૂંટણીમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો


કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો શું છે? આ પ્રશ્નના જવાબમાં 29 ટકા લોકોએ કહ્યું કે બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર (22%), શિક્ષણ (19%), ભ્રષ્ટાચાર (13%), કાયદો અને વ્યવસ્થા (3%) અને અન્ય (14%)ને પણ મુખ્ય મુદ્દાઓ તરીકે ગણવામાં આવ્યા છે.


કોંગ્રેસ-ભાજપ વચ્ચે કાંટાની ટક્કર


કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. કર્ણાટકમાં 10 મેના રોજ એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. 13મી મેના રોજ પરિણામ જાહેર થશે. આ જાહેરાત સાથે જ દક્ષિણના આ રાજ્યમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) અને મુખ્ય હરીફ કોંગ્રેસ વચ્ચે ચૂંટણી જંગનું બ્યુગલ વાગી ગયું છે. જનતા દળ (સેક્યુલર) રાજ્યનો ત્રીજો મોટો પક્ષ છે. કર્ણાટકમાં 224 સભ્યોની વિધાનસભા છે. હાલમાં ભાજપ પાસે 119 બેઠકો છે. કોંગ્રેસ પાસે 75 બેઠકો છે. જેડી(એસ) પાસે 28 ધારાસભ્યો છે, બે બેઠકો ખાલી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?