દેશમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7 હજાર 533 નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. ગુરૂવારે દેશમાં કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા 53 હજારને પાર પહોંચી છે. દેશમાં હાલ એક્ટિવ કેસ 53852 પર પહોંચી છે. દેશમાં હજી સુધી 4.49 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. દેશમાં કોરોનાને કારણે મરનારની સંખ્યા 5 લાખ 31 હજાર 468 પહોંચી ગઈ છે.
India reports 7,533 fresh Covid-19 cases in last 24 hours
— ANI Digital (@ani_digital) April 28, 2023
Read @ANI Story | https://t.co/OCf2kE5kCG#COVID19 #India #Covidcases #COVIDVACCINE pic.twitter.com/5ox8OItGUY
હજી સુધી આટલા લોકો થયા છે કોરોના સંક્રમિત!
છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુરૂવારે દેશમાં કોરોનાના 9 હજાર 335 કેસ નોંધાયા હતા જ્યારે શુક્રવારે 7 હજાર 533 કેસ સામે આવ્યા છે. ગુરૂવારે 26 લોકોના મોત થયા હતા જ્યારે શુક્રવારે 44 લોકોના મોત કોરોનાને કારણે થયા છે. રિક્વરી રેટ પણ સતત વધી રહી છે. રાષ્ટ્રીય કોવિડ રિકવરી રેટ 98 ટકાની આસપાસ નોંધવામાં આવી છે. 4 કરોડ જેટલા લોકો કોરોનાની ઝપેટમાં હજી સુધી આવી ગયા છે.
કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો!
અઠવાડિયામાં નોંધાયેલા કોરોના કેસની વાત કરવામાં આવે તો 23 એપ્રિલ રવિવારે 6 હજાર 904 કોરોના કેસ નોંધાયા હતા, જ્યારે 16 લોકોના મોત થયા હતા. સોમવારે પણ કોરોના કેસ 6 હજાર 934 કેસ સામે આવ્યા હતા જ્યારે 24 લોકોના મોત થયા હતા. 25 એપ્રિલે 9 હજાર 629 દર્દી કોરોના સંક્રમિત નોંધાયા હતા જ્યારે 29 લોકોના મોત થયા હતા. 26 એપ્રિલ દ્વારા 9 હજાર 355 કેસ સામે આવ્યા હતા.