આજકાલ અનેક લોકો હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મને અપનાવી રહ્યા છે. ત્યારે કેશોદમાં એકસાથે 150થી વધુ લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. એકસાથે 150 જેટલા લોકોએ એક સાથે ધર્મ પરિવર્તન કરી લેતા ચર્ચાનો વિષય બન્યો છે. આ પ્રસંગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓની સાક્ષીએ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખી હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે.
તંત્રની પરવાનગી બાદ કર્યો ધર્મ પરિવર્તન
હિંદુ ધર્મનો ત્યાગ કરી અનેક લોકો બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક લોકોએ બોદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો છે. ત્યારે થોડા દિવસો પહેલા કેશોદમાં અંદાજીત 150 જેટલા લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કર્યો છે. મળતી માહિતી અનુસાર જે લોકોએ હિંદુ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. ધર્મ પરિવર્તન કરવા માટે તંત્રની મંજૂરી લીધી હતી. મંજૂરી લીધા બાદ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના વિસ્તારમાંથી અનેક લોકો ઉપસ્થિત હતા. અશોક બૌદ્ધ વિહાર પોરબંદરના સાધુ અને અનુયાયીઓએ ધર્મ પરિવર્તન કરવા ઈચ્છિત પરિવારોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી હતી.