પાદરા તાલુકાની અભોર ગામની શાળાના આચાર્યએ વિદ્યાર્થિનીઓનો બનાવ્યો અશ્લીલ વીડિયો, લોકોએ કાઢ્યું સરઘસ


  • Published By :
  • Published Date : 2023-08-15 16:26:46

શાળા વિદ્યાનું મંદિર ગણાય છે પણ ઘણી વખત આ શાળારૂપી મંદિરમાં જ માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. વડોદરાના પાદરમાં આવી જ એક ઘટના સામે આવી છે, પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ ત્રણ વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવતા હોબાળો મચી ગયો હતો. નરાધમ સ્કૂલ આચાર્યએ ત્રણ બાળકીઓને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો બનાવ્યા હોવાની જાણ થતાં વાલીઓ શાળામાં પહોંચ્યા હતા. તેમણે શાળાના આચાર્યને આ મુદ્દે સવાલો કરતા મામલો વણસ્યો હતો બાદમાં વાલીઓએ આચાર્યની બરાબરની ધુલાઈ કરી હતી.


સમગ્ર મામલો શું છે?


વડોદરાના પાદરા તાલુકાના અભોર ગામની પ્રાથમિક શાળામાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ દરમિયાન શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ જાદવ દ્વારા શાળામાં જ અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીને શાળાના શૌચાલયમાં લઇ જઇને અશ્લીલ વીડિયો તેમજ ફોટો બતાવ્યા હતા. આચાર્યની આ હરકત જોઈને વિદ્યાર્થીની ઓ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક ગામમાં જઈને માતાપિતાને જાણ કરી હતી. શાળાના આચાર્યની આવી હરકતની જાણ થતાં જ વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગુસ્સો થયેલા ગામલોકો શાળામાં પહોંચ્યા હતા. તેમણે વડુ પોલીસને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. વડુ પોલીસ પહોંચે તે પહેલાં જ રોષે ભરાયેલા ગ્રામજનોએ આચાર્યને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. ગામ લોકોએ શાળાના આચાર્યને ઢોર માર મારી તેનું આખા ગામમાં સરઘસ પણ કાઢ્યું હતું. બાદમાં પોલીસ આવી પહોંચતા આચાર્યને ટોળામાંથી બચાવી લઈને તેની અટકાયત કરી હતી.


શિક્ષિકાઓ સાથે પણ કરતો હતો ગેરવર્તન


અભોર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઈની ચાલ ચલગત અંગે શાળાના શિક્ષકો પણ વાકેફ હતા. વિફરેલા ગ્રામજનોએ શાળાના અન્ય સ્ટાફનો ઘેરાવો કરીને આચાર્યના આવા વર્તન માટે જવાબો માંગ્યા હતા. કેટલાક સ્ટાફે લંપટ આચાર્ય મહેન્દ્રભાઈના આવા વર્તનની સાક્ષી પુરી હતી મહિલા શિક્ષકો સાથે પણ તેમની સાતે ગેરવર્તન થતું હોવાનું જણાવ્યું હતું. ગામના લોકોએ જણાવ્યું હતું કે આચાર્ય મહેન્દ્ર દારૂ પીને સ્કૂલમાં આવે છે. શાળાના શૌચાલયમાંથી પણ દારૂની ખાલી કોથળીઓ મળી આવી હતી. મોટી સંખ્યામાં ગામના લોકો વડુ પોલીસ સ્ટેશન એકઠા થયા હતા અને શિક્ષક મહેન્દ્ર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?