પોસ્ટવાળા ચૂંટણી પંચના અધિકારીને સ્ટંટ કહી હટાવી દેવાયા, અધિકારીએ કહ્યું, "કંઈ ખોટું નથી કર્યું"


  • Published By :
  • Published Date : 2022-11-18 21:27:06

ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી અભિષેક સિંહે પોતાના ઈન્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ચૂંટણીના નિરીક્ષક તરીકે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે ઈન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મીડિયા પર અને સમાચારોમાં તેમની આલોચના થતાં તેમને નિરીક્ષકના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 


IAS અધિકારી અભિષેક સિંહે કહ્યું કંઈ ખોટું નથી કર્યું

સમગ્ર મામલે અભિષેક સિંહે પોતાની વાત રાખી હતી અને ચૂંટણી પંચની કાર્યવાહીનો સ્વીકાર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, "હું માનનીય ECIના નિર્ણયને પૂરી નમ્રતા સાથે સ્વીકારું છું. જોકે હું માનું છું કે આ પોસ્ટમાં કંઈ ખોટું નથી. એક જાહેર સેવક, જનતાના પૈસાથી ખરીદેલી કારમાં, જાહેર ફરજ માટે, જાહેર અધિકારીઓ સાથે જાણ કરે છે, તેને લોકો સુધી પહોંચાડે છે. તે પબ્લિસિટી નથી કે સ્ટંટ નથી!"

Image

અમદાવાદના બાપુનગર અને અસારવામાં IAS અધિકારી અભિષેક સિંહને ચૂંટણી નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. અભિષેક સિંહે ડ્યૂટી દરમિયાનનો ફોટો ઈન્સ્ટાગ્રામમાં શેર કરતા ચૂંટણી પંચે કાર્યવાહી કરી હતી અને તેમને નિરીક્ષકના પદેથી હટાવી દીધા હતા. ત્યાર બાદ અભિષેક સિંહે ટ્વિટર પર ટ્વીટ કરીને પોતાની વાત રાખી હતી કે મેં કંઈ ખોટું નથી કર્યું, હું ચૂંટણી પંચના નિર્ણયને આવકારું છું. 






ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?