અનેક પરીક્ષાઓ એવી હોય છે જો તેમાં સારું પરિણામ આવી જાય તો જીવનમાં સફળતા હાંસલ કરી શકાય છે. અનેક પરીક્ષાઓ એવી હોય છે જે અઘરી હોય છે પરંતુ પરીક્ષાર્થી પોતાની મહેનતથી અઘરી પરીક્ષાઓમાં સારૂ પ્રદર્શન કરતા હોય છે. ત્યારે જામનગરના યુવકે CAT 2023માં જામનગરનો ડંકો વગાડ્યો છે. પોતાની મહેનતથી સમગ્ર ગુજરાતમાં અભિષેકે બીજો નંબર હાંસલ કર્યો છે. અભિષેકે પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ મેળવીને સિદ્ધી પ્રાપ્ત કરી છે.
બાળકની સફળતા જોઈ માતા પિતા થાય છે સૌથી વધારે ખુશ!
કહેવાય છે જ્યારે બાળક સફળ થાય છે ત્યારે સૌથી વધારે ખુશી તેના માતા પિતાને થતી હોય છે. માતા પિતા જ હોય છે જે બાળક તેમનાથી વધારે સફળ થાય તેવી ઈચ્છા રાખે છે. ત્યારે અભિષેકના આ પરિણામને લઈને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અભિષેકે પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાને આપ્યો છે. અભિષેક ન માત્ર ભણવામાં આગળ છે પરંતુ તે સ્પોર્ટ્સમાં પણ મોખરે છે.
CAT પરિણામમાં અભિષેકે મેળવ્યા 99.98 પર્સન્ટાઈલ
અભિષેકે જણાવ્યું કે તે અત્યારે કેમિકલ એન્જીનિયરિંગના ફાઈનલ યરમાં છે. અત્યારે તેનું CAT 2023નું પરિણામ આવ્યું છે. પરીક્ષામાં તેણે 99.92 પર્સન્ટાઈલ મેળવ્યા છે. તેમણે જણાવ્યું કે આ એક્ઝામ માટે કોઈ ખાસ આયોજનબંધ મહેનત ન કરી હતી. પરંતુ જે વિષય અઘરો લાગે તેમાં વધુ સમય ફળવ્યો હતો. ગુરુજનો, મિત્ર અને માતાપિતાના સહકારથી આ સિદ્ધિ મળી છે. મહત્વનું છે કે અનેક વિદ્યાર્થીઓ એવા હોય છે જે અઘરો ટોપિક, અઘરો વિષય હોય તેને છોડી દેતા હોય છે. જ્યારે અભિષેક જેવા વિદ્યાર્થીઓ અઘરા ટોપિકને પહેલા લેતા હોય છે.
અભિષેકને મળ્યો પરિવારનો ફૂલ સપોર્ટ
વધુમાં અભિષેકે જણાવ્યું કે તે નેશનલમાં કરાટેનો પ્લેયર છે. અભિષેકને ફ્રી સમયમાં સ્કેટિંગ કરવું ખુબ જ ગમે છે. પરીક્ષા વિશે વાત કરતા કહ્યું કે તેને પહેલેથી જ મેનેજમેન્ટમાં આગળ વધવું હતું..જેથી તેણે ગયા વર્ષથી જ કેટની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી.. બાળકની સફળતા પાછળ તેના માતા પિતાનો ફાળો મોટો હોય છે. અભિષેકે કહ્યું કે મને પહેલેથી જ પરિવારમાંથી ખુબ જ સપોર્ટ મળ્યો છે. મારા મમ્મીએ નાનપણથી જ મારી પાછળ ખુબ જ મહેનત કરી છે અને મારા પપ્પાએ પણ મને ફુલ સપોર્ટ કર્યો છે અને જે કરવું હોય તે કરવાની છુટ આપી હતી.. એટલા માટે જ આજે હું અહિંયા પહોંચ્યો છું.
ગુજરાતમાં અભિષેકનો આવ્યો બીજો ક્રમ
અભિષેક ઉપરાંત તેમના પિતા નરેન્દ્રભાઈ બારૈયાએ કહ્યું કે મારો દીકરો અભિષેક બારૈયાએ CAT 2023ની પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ સાથે ગુજરાતમાં બીજા નંબર પર આવ્યો છે. આ પરીક્ષા પોણા બે લાખ વિદ્યાર્થીઓએ આપી હતી.. જેમાં અભિષેકે ગુજરાતમાં બીજા નંબર મેળવ્યો છે.. જે પરિવાર માટે ખુબ જ ગૌરવની વાત છે. મહત્વનું છે કે જો પરિવારમાંથી સપોર્ટ મળે તો બાળકો આસાનીથી સિદ્ધિ હાંસલ કરી શકે છે.