મુસ્લિમ દંપતીએ તિરુપતિ મંદિરને 1.02 કરોડનું દાન આપ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 18:17:14


દેશમાં એકતરફ ધાર્મિક વિદ્વેષ વધી રહ્યો છે. ત્યાં એક મુસ્લિમ દંપતીએ તિરુપતિમાં 1.02 કરોડનું દાન આપી ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ દ્રષ્ટાંત રજૂ કર્યું છે. ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની નુબીના બાનોએ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને ચેક સોંપ્યો હતો. આ દંપતિ  અગાઉ પણ  35 લાખનું ફ્રિજ દાન સ્વરૂપે આપી ચુક્યું છે. 


તિરુપતિ મંદિરને અવારનાર દાન કરી ચુક્યો છે પરિવાર


ચેન્નાઈના મુસ્લિમ દંપતીએ આંધ્ર પ્રદેશના તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના તિરુપતિ મંદિરમાં 1.02 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.  જો કે ઉદ્યોગપતિ અબ્દુલ ગની અને તેમની પત્ની સુબીના બાનો આ પહેલા પણ અનેક વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD)ને દાન આપી ચુક્યો છે. આ પહેલા સુબીના બાનો અને અબ્દુલ ગનીએ શાકભાજીના પરિવહન માટે મંદિરને 35 લાખ રૂપિયાની કિંમતનું રેફ્રિજરેટર ટ્રક દાનમાં આપ્યું હતું. અબ્દુલ ગનીએ વર્ષ 2020માં કોરોના રોગચાળા દરમિયાન મંદિર પરિસરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ટ્રેક્ટર-માઉન્ટ સ્પ્રેયરનું પણ દાન કર્યું હતું.  


યાત્રિકોની સુવિધાઓ વધારવા કરાશે દાનનો ઉપયોગ


મુસ્લિમ પરિવાર પ્રથમ વખત તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના (TTD) ઓફિસર એવી ધર્મા રેડ્ડીને મળ્યો હતો. જે બાદ ચેક તેમને સોંપવામાં આવ્યો હતો. અધિકારીઓએ અબ્દુલ ગની અને તેમના પરિવારના સભ્યોને મંદિરની પ્રસાદી આપી હતી.


તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ  ટ્રસ્ટના અધિકારીઓએ જણાવ્યું કે, 87 લાખ રૂપિયાનું દાન નવા બનેલા પદ્માવતી રેસ્ટ હાઉસના ફર્નિચર અને વાસણો માટે થશે, જેથી ત્યાંની સુવિધાઓમાં વધારો કરી શકાય. SV અન્ના પ્રસાદમ ટ્રસ્ટ માટે રૂ. 15 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટનો પણ સમાવેશ થાય છે, જે દરરોજ મંદિરમાં આવતા હજારો ભક્તોને મફત ભોજન પૂરું પાડે છે.   



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...