મધર્સ-ડે પર ત્યજાયેલી બાળકીએ ત્યજી દુનિયા! રાજકોટની હોસ્પિટલના પારણાંમાં પોઢાડીને ફરાર થયેલી વ્યક્તિ અને માતાની થઈ રહી છે શોધખોળ!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-05-17 14:44:01

થોડા દિવસ પહેલા રાજકોટથી મધર્સ ડેના દિવસે એક એવી ઘટના સામે આવી હતી જે રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટ શહેરની એક હોસ્પિટલમાં કોઈ નવજાત બાળકીને અજાણી વ્યક્તિ પારણામાં મૂકી ફરાર થઈ ગઈ હતી. ત્યારે જન્મના ગણતરીના દિવસોમાં જ બાળકીએ સ્વાર્થી દુનિયાને ત્યાગી દીધી છે. પરંતુ બાળકીની કમનસીબી તો જોઓ કે જ્યારે દુનિયાને છોડી ત્યારે તેની સાથે ન હતી માતા કે ન હતા પિતા. ત્યારે આ બાળકીના અંતિમ સંસ્કાર કોણ કરશે તે અંગે અસમંજસ છે. 


માતાને અપાયો છે ભગવાન સમાન દરજ્જો!

થોડા દિવસો પહેલા આપણે મધર્સ ડેની ઉજવણી કરી હતી. એ દિવસે લગભગ દેરકના સ્ટેટ્સમાં માતા પ્રત્યેની લાગણી ઉભરી ઉભરીને સામે આવતી હતી. માતા માટે સાહિત્યમાં અનેક લખાયું છે. મા તે મા બીજા બધા વગડાના વા, જનની જોડ સખી નહીં જડે રે લોલ વગેરે.. શાસ્ત્રોમાં પણ લખવામાં આવ્યું છે કે પુત્ર કુપુત્ર થાય પરંતુ માતા કુમાતા થતી નથી. માતાને આપણે ભગવાન કરતા પણ ઉંચો દરજ્જો આપતા હોઈએ છીએ. 


નવજાત બાળકીને તરછોડી દેવાઈ! 

માતા માટે કહેવામાં આવતા વાક્યો અનેક વખત આજની પરિસ્થિતિને અનુરૂપ નથી હોતા. આજ કાલ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં માતાની ભૂલની સજા બાળકોને ભોગવવી પડતી હોય છે. અનેક વખત અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને ત્યજી દેવામાં આવતા હોય છે. બાળકને તરછોડી દેતા પણ માતા સંકોચાતી નથી. મધર્સ ડેના દિવસે તરછોડાયેલી બાળકીનું મોત ટૂંકી સારવાર બાદ થઈ ગયું છે. પોલીસે માતા સામે ગુનો નોંધી માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે. 


બાળકીની માતાને શોધવાની થઈ રહી છે કામગીરી!

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર બાળકીનું મોત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલા કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ રાત્રીના પારણામાંથી તરછોડી દેવાયેલી નવજાત બાળકી મળી આવી હતી. નવજાત બાળકી કોની હતી તે જાણી શકાયું નથી. રાજકોટ પોલીસે નવજાત બાળકીની માતાની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે કોઈ વ્યક્તિ પારણામાં બાળકીને મૂકી ફરાર થઈ જાય છે. 


ટૂંકી સારવાર બાદ બાળકીનું થયું મોત!

બાળકીની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી રહી હતી. ઈમરજન્સીમાં સારવાર આપવામાં આવતી હતી. બાળકીની સ્થિતિ સ્થિર હોવાથી સંભાળ માટે બાલાશ્રમ મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પરંતુ બાળકીની તબિયત અચાનક ખરાબ થઈ હતી. અને 17મેના રોજ બાળકીનું નિધન થઈ ગયું છે. જ્યારે બાળકી મળી આવી ત્યારે તેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી જેને લઈ તેની સારવાર કરવામાં આવી હતી. ત્યારે ટૂંકી સારવાર બાદ બાળકીએ જાલીમ દુનિયાને છોડી દીધી છે. પોલીસે બાળકીના મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટ મોર્ટમ કરવાની કાર્યવાહી ધરી છે. તો બીજી બાજુ બાળકીની માતાને શોધવાની તજવીજ હાથ ધરી છે.    






વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...