ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે દરેક પક્ષએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ભાજપએ કાલે 160 ઉમેદવાર જાહેર કર્યા જ્યારે aapએ 14 યાદિ જાહેર કરી દીધી છે હવે માત્ર ગણતરીના ઉમેદવાર જ બાકી છે અને હવે આપમાં ડખા જોવા મળી રહ્યા છે ક્યારેક કોઈ ઉમેદવારને ખબર નથી હોતી એને ટિકિટ મળવાની છે તો ક્યારેક કોઈ ઉમેદવાર ચૂંટણી લડવાની ના કહે છે . અને આ બધાની વચ્ચે હવે ભાજપના નેતા કેસરી સિંહ સોલંકી AAPમાં જોડાયા છે અને એ ચર્ચામાં એટલે છે કેમ કે એમને માતર જીતતા આવ્યા છે અને માતર બેઠક AAPએ મહિપત સિંહને આપી છે . અને હવે અનેક સવાલ થાય છે જો કેસરી સિંહ આવ્યા છે તો મહિપત સિંહ કયા થી લડશે ? અને મહિપત સિંહનું પત્તું કપાયું ? તો આ તમામ સવાલોનો જવાબ જમાવટ એ મહિપત સિંહ પાસે થીજ લઈ લીધા છે
શું જવાબ આપ્યો મહિપત સિંહએ ??
મહિપત સિંહએ જમાવટ સાથે વાત ચિત કરતાં કહ્યું કે "મહિપત સિંહ AAP માટે હમેશા કોન્ફ્યુઝન જ છે " અને અમે જ્યારે એમને પૂછ્યું કે મહિપત સિંહ હવે કયાથી લડશે એમને એકદમ આત્મવિશ્વાસ સાથે કહ્યું " હું તો માતર થીજ લડીશ 100 ટકા ત્યાંથી લડીશ પાર્ટી ટિકિટનહીં આપે તો પણ ત્યાંથી લડીશ " અને જ્યારે મહિપત સિંહનું નામ જ્યારે જાહેર થયું ત્યારે એમના સાથે વાત કરી હતી ત્યારે પણ તેમણે કહ્યું હતું "મને એ ખબર જ નોહતી કે મારુ નામ આવવાનું છે મારી સાથે કોઈ ચર્ચા થઈ નથી" અને હવે તેમણે આ વાતમાં કઈક નવું ઉમેરતા કહ્યુંકે " આ પાર્ટીનો ભરોસો કરવા જેવો નથી, ક્યારે ટિકિટ આપે છે લઈ લે છે" એટલે જેમ કીધા વગર ટિકિટ આપી હતી એમ લઈ પણ લીધી.
હજુ સતાવાર જાહેરાત નથી થઈ કે કેસરી સિંહ માતરથી AAPના ઉમેદવાર હશે પણ જો કેસરી સિંહ ભાજપથી આપમાં જોડાયા છે તો મહિપત સિંહનું પત્તું કાપવાની સંભાવના છે ગોપાલ ઇટાલિયાએ મહિપત સિંહને ફોન કરીને વાત ચિત પણ કરી છે પણ હવે સતાવાર જાહેરાત થાય ત્યારે આ તમામ સવાલોના જવાબ મળે