ગુજરાતના વધુ એક ક્રિકેટરે IPLમાં એન્ટ્રી કરી છે, ઉર્વિલ પટેલ બાદ હવે સુરતના ઓલરાઉન્ડર આર્ય દેસાઈની IPLમાં પોતાની જગ્યા બનાવી છે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2023 માટે આર્ય દેસાઈને સામેલ કર્યો છે. 20 વર્ષીય આર્ય દેસાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સમાં શ્રેયસ ઐયરની જગ્યાએ પસંદ કરવામાં આવ્યો છે. પીઠની ઈજાને કારણે અય્યર આ સિઝનમાં રમી શકશે નહીં. આર્ય દેસાઈને KKRએ 20 લાખની બેઝ પ્રાઈઝ પર સાથે તેની સાથે જોડ્યો છે.
પહેલીવાર IPLનો ભાગ બન્યો
આર્ય દેસાઈએ અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં ત્રણ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે અને 151 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી છે જેમાં તેણે 88 રનની ઇનિંગ રમી હતી. તેણે સિનિયર લેવલ પર હજુ સુધી કોઈ ટી 20 કે વનડે રમ્યો નથી. તે ડાબોડી બેટ્સમેન છે અને ઓફ સ્પિન બોલિંગ કરે છે. તે પહેલીવાર IPLનો ભાગ બન્યો છે. તે અંડર 25 તથા ગુજરાત તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો હતો
દરેક ટીમને 10 મેચ રમવાની બાકી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં મોટાભાગની ટીમો ચાર-ચાર મેચ રમી ચૂકી છે અને હજુ પણ 10 જેટલી મેચ દરેક ટીમોએ રમવાની બાકી છે ત્યારે કોલકતા નાઇટ રાઇડર્સે આર્ય દેસાઇને સાઇન કર્યો છે.