9 ફેબ્રુઆરીના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચોની ટેસ્ટ સીરિઝ યોજાવાની છે. નાગપુર ખાતે આ મેચ યોજાવાની છે. તે બધા વચ્ચે ઓસ્ટ્રેલિયાના ટી-20 કેપ્ટન આરોન ફિન્ચે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ પહેલા સપ્ટેમ્બરમાં તેમણે વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હાલ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત સામે મેચ રમવા ભારત આવી છે. આ બધા વચ્ચે સંન્યાસની જાહેરાતે બધાને હેરાન કરી દીધા છે. પોતાના કેરિયરમાં તેમણે ઓવરઓલ 254 ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને રિપ્રેજેન્ટ કર્યું હતું. જેમાં 5 ટેસ્ટ મેચ, 146 વનડે અને 103 T20Iનો સમાવેશ થાય છે.
નિવેદનમાં કહી આ વાત
એરોન ફ્રીંચની કેપ્ટનશીપમાં જ ઓસ્ટેલિયન ટીમે વર્ષ 2021માં ટી-20 વર્લ્ડકપ પહેલીવાર પોતાના નામે કર્યો હતો. ફિંચે નિવેદન બહાર પાડી કહ્યું, મનેએ વાતનો અફસોસ છે કે હું 2024 ટી-20 વર્લ્ડકપ નહીં રમી શકું. આ સ્થિતિમાં નિવૃત્તિ લેવાનો યોગ્ય સમય છે, જેનાથી ટીમ આગળની રણનીતિ પર કામ કરી શકશે. હું મારા પરિવાર, ટીમ, ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર્સનો આભાર માનું છું. 2021માં ટી-20 વર્લ્ડકપ જીતવો અને 2015માં વન ડે વર્લ્ડકપ જીતવો મારા કરિયરની સૌથી યાદગાર ક્ષણ છે.