પોતાને દૂધથી ધોયેલો પક્ષ કહેનાર AAPનું ગુજરાતમાં કરોડોનું હવાલા કૌભાંડ સામે આવ્યું


  • Published By :
  • Published Date : 2022-11-05 22:26:48

ચૂંટણી લડવા AAP ગુજરાતને દિલ્લી-દુબઈથી મળતા કાળા નાણાનો ભાંડો ફૂટ્યો

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. આ ચોરીની તપાસ થતાં તપાસના તાર અમદાવાદ સુધી અને ત્યાંથી ગુજરાતના તમામ જીલ્લામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોને કેવી રીતે ચૂંટણી લડવા કાળું નાણું મોકલાતું હતું ત્યાં પૂરા થાય છે..... 


ગુજરાત AAPના ઉમેદવારોને આવી રીતે દિલ્લીથી મળતું હતું કાળુંનાણું

12 ઓક્ટોબરે સુરતના બારડોલીની આંગળિયા પેઢીમાં 20 લાખની લૂંટનો પ્રયાસ થયો હતો. બે બુકાનીધારી ચોરોએ આપના રાજેન્દ્ર સોલંકીના ડ્રાઈવર સૌરભ પારશર પાસેથી બ્લેક બેગની ચોરી કરી હતી. બુકાની ધારીઓ 20 લાખ રોકડ રકમ ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા, પરંતુ ત્યાં ઉભેલા આદિલ અઝીઝ મેમણ નામના વ્યક્તિને કંઈક ખોટું થતું હોવાનો અંદાજ આવતા બુકાની ધારી ચોરોનો પીછો કર્યો હતો. પકડાઈ જવાના ડરના કારણે બુકાનીધારી ચોરોએ 20 લાખની બેગ ફેંકી ફરાર થઈ જાય છે. આદિલ અઝીઝ મેમણ પૂરા રૂપિયા લઈને બારડોલી પોલીસ સ્ટેશન પહોંચી જાય છે. અને અહીંથી બેનામી રૂપિયાના હવાલા કાંડની તપાસનો સીલસીલો શરૂ થાય છે......


બારડોલી પોલીસના નાકે કાળા નાણાની ગંધ ઝડપી લીધી 

જ્યારે બારડોલી પોલીસ પાસે રૂપિયા આવે છે ત્યારે આમ આદમી પાર્ટીનો રાજેન્દ્ર સોલંકી નામનો નેતા રૂપિયા લેવા પહોંચી જાય છે. તે જણાવે છે કે મારા ડ્રાઈવરના નામે દિલ્લીથી મારી માટે આંગળિયાથી રૂપિયા મોકલવામાં આવ્યા હતા. પોલીસને સમગ્ર બાબતમાં શંકા જાય છે અને પોલીસ આમ આદમી પાર્ટીના રાજેન્દ્ર સોલંકી અને તેના ડ્રાઈવર સૌરભ પારશરની પૂછપરછ કરે છે. પૂછપરછમાં આંગળિયા પેઢીના તાર દિલ્લી સુધી પહોંચે છે. પોલીસને અંદાજો આવે છે કે આ કેસમાં કંઈક કરબડ છે. સામાન્ય કાર ડ્રાઈવરના નામે તેના માલિકને રૂપિયા મોકલાવવામાં આવે છે આથી પોલીસનો શક વધે છે. પોલીસ આંગળિયા પેઢીમાં ક્યાંથી રૂપિયા આવ્યા તેની તપાસ કરે છે અને તપાસના તાર અમદાવાદ અને દિલ્લી સુધી પહોંચે છે. દિલ્લીની છગનલાલ જેંતિલાલ આંગળિયા પેઢીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ રૂપિયા મોકલાવતો હતો. પરંતુ આ રૂપિયા સુરક્ષિત રીતે ગુજરાતના આમ આદમી પાર્ટીના ઉમેદવારો સુધી પહોંચી જાય તેના માટે દિલ્લીનો આદિત્ય જૈન અને બિહારનો સુધીર ઠાકોર ધ્યાન રાખતા હતા. આવી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને અને કાર્યકર્તાઓને દિલ્લી અને પંજાબથી ગુજરાતભરમાં ચૂંટણી લડવા માટે બેનામી રૂપિયા પહોંચતા હતા. 


અમદાવાદ એસઓજીએ કરી કડક કાર્યવાહી 

સમગ્ર કૌભાંડના તાર જ્યારે અમદાવાદ પહોંચે છે ત્યારે અમદાવાદ એસઓજી હરકતમાં આવે છે. અમદાવાદ એસઓજીએ નાણાની હેરફેર અંગેની તપાસ કરી ત્યારે વિવિધ જગ્યા પર બેનામી રૂપિયાની લેવડ-દેવડનો પર્દાફાસ થાય છે. આ હવાલાકાંડમાં અમદાવાદ એસઓજીએ મૂકેશ તિવારી સહિત 4 લોકોની ધરપકડ કરી હતી. મૂકેશ તિવારી સહિતના 4 આરોપીઓ પાસેથી અમદાવાદ SOGને 30-30 લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવે છે. કિરીટ અંબાલાલ, મહેન્દ્ર સોમા, પીએમ એન્ટરપ્રાઈઝમાં મોકલાતા પૈસા મોકલાતા હતા તે પૈસા અમદાવાદમાં મૂકેશ તિવારીને મળતા હતા. પોલીસ તપાસમાં સામે આવે છે કે મૂકેશ તિવારી સ્ટીલની ફેક્ટરી ચલાવે છે અને તે પણ પોતાના ડ્રાઈવરોના નામે આંગળિયા પેઢીમાંથી રૂપિયા મેળવતો હતો.


દુબઈથી બુદ્ધી બુનિયા પણ મોકલાવતો હતો પૈસા

આ હવાલા કાંડના તાર છેક દુબઈ સુધી પહોંચે છે. દુબઈથી બુદ્ધી બુનિયા નામનો બુકી રૂપિયા મોકલાવતો હતો. બુદ્ધી બુનિયાના રૂપિયા વિશાલ અગ્રવાલ નામનો વ્યક્તિ રાજવીર બનીને મેળવતો હતો. દિલ્લીથી અશોક ગર્ગ નામનો વ્યક્તિ પણ રૂપિયા મોકલાવતો હતો તેવી વાત પોલીસ તપાસમાં ખૂલી છે. આંગળિયા પેઢી મારફતે ગુજરાતના તમામ જિલ્લાના આમ આદમી પાર્ટીના નેતા સુધી પૈસા પહોંચતા હતા અને માત્ર 3 મહિનામાં 9 કરોડ 6 લાખ 29 હજાર 200 રૂપિયા મોકલવામાં આવ્યા હતા તેવો ખુલાસો થયો છે. હવે તપાસ વધશે તેમ મોટી રકમ સાવે આવી શકે તેવી સંભાવના છે. દિલ્લી અને પંજાબની આમ આદમી પાર્ટી આવી રીતે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે પોતાના ઉમેદવારો સુધી રૂપિયા પહોંચાડતી હતી. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?