AAPના દહેગામના ઉમેદવાર યુવરાજસિંહ ભાજપ-કોંગ્રેસને પડી શકે છે ભારે


  • Published By :
  • Published Date : 2022-11-01 13:50:54

આમ આદમી પાર્ટીએ આજે પોતાની આઠમી ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે આ લિસ્ટમાં એવા નામો પણ છે જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચિંતા વધારી શકે છે. દહેગામ ખાતે યુવરાજસિંહ જાડેજા, ભાવનગર પશ્ચિમમાં રાજુ સોલંકી અને માતર ખાતે મહિપતસિંહ ચૌહાણ ભાજપ કોંગ્રેસને માથાનો દુખાવો બની શકે છે. વિસ્તારથી સમજીએ દહેગામ વિધાનસભા ક્ષેત્રના યુવરાજસિંહ જાડેજા Yuvrajsinh Jadeja કેવી રીતે ભાજપ કોંગ્રેસની ચિંતા વધારી શકે છે અને શું છે દહેગામ વિધાનસભા ક્ષેત્રનું રાજકારણ....  


દહેગામથી યુવરાજસિંહ જાડેજા AAPના ઉમેદવાર 

આમ આદમી પાર્ટીએ દહેગામથી યુવરાજસિંહ જાડેજાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. યુવરાજસિંહ જાડેજા યુવાઓમાં ફેમસ નેતા છે. ગુજરાતના યુવાને તેમને ફોલો કરે છે અને ખાસ કરીને સ્પર્ધાત્મ પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ યુવરાજસિંહ જાડેજાને ફોલો કરતા હોય છે કારણ કે યુવરાજસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા છે. પરંતુ બીજી બાજુ એ વાત છે કે દહેગામથી યુવરાજસિંહ જાડેજાને ઉમેદવાર તો બનાવી દીધા પણ આમ આદમી પાર્ટીના ગ્રાઉન્ડ પર કામ કરતા કાર્યકરો એટલા સક્રિય છે કે નહીં તે ચર્ચાનો વિષય છે. કારણ કે નેતાઓની પાછળ એક આખી ટીમ હોય છે જે જનતાના કામ કરતી હોય ચે અને પાર્ટીની પાસે એક ગ્રાઉન્ડ પર કામ કરતી ટીમ હોય છે જે બુથ લેવલ પર કામ કરતી હોય છે. પરંતુ દહેગામ પાસે આમ આદમી પાર્ટી પાસે બુથ લેવલ પર કામ કરતા કાર્યકર્તાઓ મજબૂત હશે તો જ આપ તેમના ઉમેદવારોને જીતાવી શકશે.


દહેગામથી આ લોકો હોઈ શકે છે કોંગ્રેસ ભાજપના સંભવિત ઉમેદવારો 

2008ન સીમાંકન બાદ દહેગામને વિધાનસભા ક્ષેત્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરીએ તો દહેગામ બેઠક પર ભાજપ પોતાના હાલના દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણને ફરીવાર ભાજપના ઉમેદવાર જાહેર કરી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કોંગ્રેસમાં દહેગામથી 2012ના કોંગ્રેસના ધારાસભ્ય કામીનીબા રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. જો કે હજુ ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો નથી જાહેર કર્યા પરંતુ સંભાવનાઓ મુજબ આ નેતાઓ અથવા અન્ય નેતાઓ ભાજપ અને કોંગ્રેસ જાહેર કરી શકે છે. 


દહેગામની 2017ની ચૂંટણી અને રાજકીય સમિકરણો

ગુજરાતની 182 વિધાનસભામાંની એક બેઠક એટલે કે દહેગામ. આ બેઠક પર ભાજપના બલરાજસિંહ ચૌહાણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી. બલરાજસિંહ ચૌહાણને ગઈ ચૂંટણીમાં દહેગામમાંથી 74 હજાર 445 મત મળ્યા હતા. ભાજપનો વોટ શેર ગઈ ચૂંટણીમાં 50.88 ટકા હતો. જ્યારે કોંગ્રેસના કામિનિબા રાઠોડે ભાજપના બલરાજસિંહ ચૌહાણને ભારે ટક્કર આપી હતી. કોંગ્રેસને ગઈ વિધાનસભા ચૂંટણીમાં 63 હજાર 585 મત મળ્યા હતા જ્યારે વોટશેર 43.46 ટકા હતા. દહેગામ વિસ્તારના રાજકીય સમિકરણોમાં જોવા જઈએ તો આ વિધાનસભા સીટમાં ક્ષત્રિયો અને ઠાકોરોને નિર્ણયાક મત માનવામાં આવે છે કારણ કે તેમની સંખ્યા આ વિસ્તારમાં વધારે છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આ સીટ કોંગ્રેસના હાથમાં ગઈ હતી જેમાં કામિનિબા રાઠોડે 61 હજાર 43 મત મેળવ્યા હતા. 


દહેગામ સીટ પર આ પૂર્વ મુખ્યમંત્રી બન્યા હતા ધારાસભ્ય 

દહેગામ વિધાનસભા સીટ એટલે આપણા પૂર્વ મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાની સીટ. ગુજરાતના ચોથા મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા વર્ષ 1972માં આ સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યાર બાદ મોટા નેતાની વાત કરીએ તો ગાભાજી ઠાકોર દહેગામ વિધાનસભા ક્ષેત્રથી ત્રણવાર ધારાસભ્ય બની ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના હાલના અધ્યક્ષ એટલે કે જગદીશ ઠાકોર વર્ષ 2002 અને વર્ષ 2007માં દહેગામ સીટ પરથી જ ધારાસભ્ય બન્યા હતા. 




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?